આયકર વિભાગે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં સપાટો બોલાવ્યો છે. ત્રણ બિલ્ડર ગ્રૂપને ત્યાં દરોડા પાડ્યા ત્યારે કરોડો રૂપિયાની દસ્તાવેજ મળી આવ્યો તેમજ વિગતો મુજબ 10 કરોડથી વધુની રોકડ મળી આવી છે. આપને જણાવી દઈએ કે, ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા 40 જેટલા સ્થળોએ દરાડા પાડવામાં આવ્યા છે. સાથો સાથ 15 બેન્ક લોકર સીઝ કરવામાં આવ્યા છે

આ સર્ચને લઈ રિયલ એસ્ટેટ ગ્રૂપોમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. તેમજ અન્ય ધંધા-વેપાર સાથે સંકળાયેલા લોકો સુધી તપાસનો રેલો પહોંચી શકે છે. ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બોગસ એન્ટ્રીઓ, જમીનો તેમજ ફ્લેટ વગેરેમાં રોકાણ કરવામાં આવ્યું હોવાની શંકાને લઈ પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.