પહેલાના જમાનામાં લગ્ન કરવા જીવનનું ખૂબ જ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવતું હતું, પરંતુ બદલાતા સમય સાથે આ વિચારસરણી બદલાવા લાગી છે, હવે કુંવારા લોકોની સંખ્યા પહેલા કરતા વધી શકે છે. ભારતમાં લગ્નને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળે છે, પરંતુ વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકામાં સ્થિતિ અલગ છે. એક સંશોધન દર્શાવ છે કે યુએસએમાં યુવા વયસ્કોમાં સિંગલ રહેવાનું ચલણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં એક ચતુર્થાંશ લોકો 50 વર્ષ સુધી કુવારા રહેશે તેવી આશંકા છે.
આ બદલાવ વ્યાપક સામાજિક ફેરફારોને દર્શાવ છે, જેમાં લગ્ન દરમાં ઘટાડો, બદલાતી પ્રાથમિકતાઓ અને પશ્ચિમી દેશોમાં સિંગલ રહેવાની વધતી જતી સ્વીકાર્યતાનો સમાવેશ થાય છે. પ્યુ રિસર્ચ સેન્ટરના અભ્યાસમાં જીવનભર એકલા રહેવાના વલણના ઘણા કારણો સામે આવ્યા છે. યુવાન વયસ્કો રોમેન્ટિક સંબંધો કરતાં વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસને પ્રાથમિકતા આપે છે. ખાસ કરીને પુરુષ, સ્ત્રીઓ કરતાં કુવારા રહેવાની શક્યતા વધુ હોય છે.
વધુમાં એક અલગ 2020 પ્યુ રિસર્ચ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જેઓ સંબંધ ઇચ્છતા ન હતા તેવા અડધા યુવાનોએ વ્યક્તિગત જરૂરિયાતો અને અન્ય પ્રાથમિકતાઓને તેમના મુખ્ય કારણો તરીકે દર્શાવ્યા હતા. એકંદરે અમેરિકામાં 4 માંથી 1 વ્યક્તિ જીવનભર સિંગલ રહી શકે છે. સામાજિક ધોરણોમાં ફેરફાર એક સમય એવો હતો જ્યારે સિંગલ હોવું એ કલંક તરીકે જોવામાં આવતું હતું. પરંતુ હવે તે સ્વીકાર્ય બની ગયું છે, ખાસ કરીને ઔદ્યોગિક દેશોમાં. ઘણા મનોવૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે આજના યુવાનોનો રોમેન્ટિક સંબંધો તરફ ઓછો ઝુકાવ છે, જે સિંગલ હોવાનો સંતોષ વધવાનું કારણ છે.
વધુમાં લગ્ન અને માતા- પિતા બનવાની પરંપરાગત આકાંક્ષાઓ ઓછી આકર્ષક બની રહી છે. બાળઉછેરનો વધતો ખર્ચ અને નાણાકીય દબાણ યુવાનોને પરંપરાગત કૌટુંબિક માળખાને અનુસરવાનું ટાળે છે. યંગ એડલ્ટ રોમેન્ટિક રિલેશનશિપની બહાર કંપેનિયનશિપ, ઇમોશનલ ટેકો અને સ્થિરતા મેળવી શકે છે. મિત્રતા, સમુદાયની ભાગીદારી અને શેયર્ડ એક્ટિવિટીજ, જેમ કે ક્લબ અથવા વર્ગોમાં જોડાવું, સભ્યપદની ભાવના પ્રદાન કરે છે જે પરંપરાગત સંબંધોને ટક્કર આપે છે અથવા તેથી આગળ નીકળી જાય છે. આ જોડાણો એ કલ્પનાને પડકારે છે કે રોમેન્ટિક સંબંધોએ અંતિમ મુકામ છે.
શાંતિ અપનાવી સિંગલ રહેવાનો અર્થ એ નથી કે એકલતા પસંદ કરવી. તેના બદલે તે ઘણીવાર શાંતિ અને સેલ્ફ ડિસ્કવરીને પ્રોત્સાહન આપે છે. યુવાન લોકો એકાંત અને એકલતા વચ્ચે અંતર કરે છે, વ્યક્તિગત વિકાસ અને સ્વતંત્રતાનું મૂલ્યાંકન કરે છે જે એકલા રહેવાથી મળે છે. તેમના જીવનમાં મિત્રતા પણ મહત્વનો ભાગ ભજવે छे.