પારિવારિક સમૂહમાં પણ કેવા અજીબ કિસ્સા સામે આવી રહ્યા છે, અગાઉ સુરતમાં વેવાઈ વેવાણને ભગાડી જવાનો ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો. ત્યારે વિસાવદરના જાંબુડામાં ભાવિ સાસુને જમાઈ ભગાડી ગયાનો ગજબનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં પત્નીને ભગાડી ગયાનું ઉપરાણું લઇ પિતા-પુત્ર જમાઈના ઘરે પૂછવા જતા તેના ભાઈઓએ પિતા-પુત્ર ઉપર હત્પમલો કરતા પુત્રને ઇજા થવાથી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. અજબ પ્રેમ કી ગજબ કહાનીની વાત કરીએ તો વિસાવદરના જાંબુડા ગામે રહેતા અને ખેત મજૂરી કરતા જીલાભાઇ અમરશીભાઈ સારોલીયાની પુત્રી લમીની સગાઇનું નક્કી ધારીના દલખાણીયા ગામે રહેતા પ્રેમજી જેતુભાઇ વાઘેલા સાથે નક્કી કરી હતી અને ભાવિ જમાઈ પ્રેમજી સસરા જીલાભાઇ જે વાડીમાં ખેતમજુરી કામ કરતા હતા ત્યાં બાજુના શેઢે જ ભાગિયું રાખ્યું હતું. જે ભાગ્યું પૂં થઇ જતા જમાઈને દલખાણીયા મુકવા ગયા હતા. બાજુમાં જ શેઢો હોવાથી પ્રેમજીની આવન જાવન રહેતી હતી. દરમિયાન ભાવિ સાસુ સાથે આખ મળી જતા બે દિવસ પહેલા પ્રેમજી રાત્રીના આવી છ સંતાનોની માતા ભાવિ સાસુ જાનુબેનને ભગાડી ગયો હતો