
ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલ
ઉદયપુર, નાથદ્વારા, અજમેર, પાલી, જયપુર, દિલ્હી એમ સતત અલગ-અલગ ટ્રાવેલ્સમાં મુસાફરી કરતો અને રોકાણ કરતો દિલ્હી અને અજમેરમાં પણ રોકાણ કર્યું
અમદાવાદ
ક્રાઈમ બ્રાન્ચ ના એસીપી ભરત પટેલે માહિતી આપતા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ બનાવ સંદર્ભે નોંધાયેલ ત્રણ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાંચ અમદાવાદ દ્વારા ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ તલસ્પર્શી તપાસ ચાલી રહેલ છે.આ ગુન્હામાં 24 દિવસથી ફરાર અને ધરપકડ ટાળવા નાસતા ફરતા આગોતરા જામીન માગતા ડો .સંજય મુળજીભાઈ પટોલીયા રહે -:સી/૩૦૩, અલટિસ-૦૩, સિધુભવનની પાછળ, થલતેજ જે આરોપીને શોધવા માટે હ્યુમન સોર્ચથી તથા ટેકનીકલ સોર્ચ તથા સાયબર એક્ષપર્ટની મદદથી શોધખોળ ચાલુ હતી તે દરમ્યાન હ્યુમન સોર્ચ દ્વારા આરોપીની ગોતા, સિલ્વર ઓક, એન્જીનીયરીંગ કોલેજની પાસે ધરપકડ કરવામાં આવેલ છે.જ્યારે ખ્યાતિ હોસ્પિટલના CEO કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.ખ્યાતિ હોસ્પીટલમા બનાવ બન્યા પછી તા ૧૨/૧૧/૨૦૨૪ ના સાંજના પાંચ વાગે તેની રાજકોટ વિદ્યાનગર મેઇન રોડ ખાતે આવેલ ન્યુ લાઇફ હોસ્પીટલ જતા રહ્યો હતો જ્યાં રાત્રી રોકાણ કર્યું હતું.તા: ૧૩/૧૧/૨૦૨૪ ના રોજ રાતના સાડા આઠ વાગે ગુન્હો નોંધાયેલાની જાણ થતા રાત્રીના દસ વાગે તેઓની ફોર્ચ્યુનર ગાડી નં જી.જે-૨૩ બી.એલ-૯૭૭૫ ની રાજકોટ હોસ્પીટલના કંપાઉન્ડમા મૂકી મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી, ગાડીમાં મૂકી, ટ્રાવેલ્સમા ઉદયપુર તરફ ગયો હતો.
તા:-૧૫/૧૧/૨૦૨૪ થી ગઈ કામ મોડી રાત સુધી ઉદયપુર, નાથદ્વારા, અજમેર, પાલી, જયપુર, દિલ્હી એમ સતત અલગ-અલગ ટ્રાવેલ્સમાં મુસાફરી કરતા રહેલ જેમાં ઘણીવાર રાત્રીના પણ ટ્રાવેલ્સમાં મુસાફરી કરેલ. રાત્રી રોકાણ માટે અલગ-અલગ હોટલ પસંદ કરેલ તેમજ ઉદયપુરમાં અલગ-અલગ ચાર હોટલ તેમજ અજમેરમાં તથા દિલ્હી ખાતે રાત્રી રોકાણ કર્યો હતો. 2022 થી અત્યાર સુધીમાં ખેતી હોસ્પિટલના 15 કરોડ ના વ્યવહાર પકડાયા છે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ધરપકડથી બચવા માટે ડૉ. સંજય પટોલિયાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેમાં ડૉ. સંજય પટોલીયાએ જણાવ્યું હતું કે, હું નિર્દોષ છું. હું પોલીસને તમામ પ્રકારની તપાસમાં સહકાર આપવા તૈયાર છું. આથી મને જામીન આપવામાં આવે.જો કે પ્રિન્સિપાલ સેશન્સ જજ દ્વારા જામીન અરજી ફગાવી દીધી હતી. આ સાથે જ કોર્ટે ટકોર કરી હતી કે, આરોપીએ સરકાર પાસેથી પૈસા પડાવવા માટે સુનિયોજીત કાવતરું ઘડ્યું હોવાનો ગંભીર કેસ છે, જેની તપાસ ચાલી રહી છે. આથી આવા આરોપીને જામીન આપી શકાય નહીં.
કોણ છે ડોક્ટર સંજય પટોલિયા ?
• આરોપી ડો. સંજય પટોલીયા અમદાવાદ બેરીયાટ્રીકસ હોસ્પીટલના સ્થાપક છે. જેઓને હોસ્પીટલની શરૂઆત કરી સને-૨૦૨૧ માં નવા ભાગીદારો તરીકે કાર્તિક પટેલ તથા પ્રદિપ કોઠારી તથા ચિરાગ રાજપૂતને સામેલ કરી ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલની શરૂઆત કરેલ.
ડો.સંજય પટોલીયા હોસ્પીટલના ડાયરેકટરો પૈકી એક ડોકટર ડાયરેકટર છે. હોસ્પીટલમાં દર્દીઓની મેડીકલ સારવારને લગતા તમામ નિર્ણયો પોતે લેતા હતા. હોસ્પીટલમાં નવા મેડીકલો વિભાગો ચાલુ કરવા તથા તે માટે જરૂરી ડોકટરો લાવવા માટેની કામગીરી સંભાળતા હતા.
• સને-૧૯૯૯ થી ૨૦૦૨ સુધી પંડિત દીનદયાલ ઉપાધ્યાય, મેડીકલ કોલેજ, રાજકોટમાં આસી.પ્રોફેસર તરીકે કામ કરેલ.
• સને – ૨૦૦૨ થી ૨૦૦૩ આઠેક મહિના પદ્મ કુંબરબા હોસ્પીટલ રાજકોટ માં ફૂલ ટાઇમ સર્જન તરીકે કામ કરેલ.
• સને-૨૦૦૩ થી ૨૦૦૬ સુધી સરદાર પટેલ હોસ્પીટલ રાજકોટ ખાતે કામ કરેલ.
• સને-૨૦૦૬ સીટી હોસ્પીટલના નામથી ત્રણ ડોકટર્સ ભાગીદારીમાં હોસ્પીટલ ચાલુ કરેલ. જે હોસ્પીટલ હાલ ન્યુ લાઇફ હોસ્પીટલના નામથી કાર્યરત છે.
• સને-૨૦૧૨ માં અમદાવાદ શહેર ખાતે ડો. મહેન્દ્ર નરવરીયા તથા ડો.મનિષ ખેતાન સાથે ભાગીદારીમાં ગ્રુપ પ્રેકટીસ માં અમદાવાદ બેરીયાટ્રીક્સ એન્ડ કોસ્મેટીક પ્રા.લી. નામની કંપનીની શરૂઆત કરેલ. જેનુ ટ્રેડ નામ એશીયન બેરીયાટ્રીક્સ હોસ્પીટલ રાખવામાં આવેલ.
• સને-૨૦૧૨ થી ૨૦૧૪ સુધી અઠવાડીયા એક થી બે દિવસ એશીયન બેરીયાટ્રીકસ હોસ્પીટલ ખાતે આવતા બાકીના દિવસોમાં રાજકોટ ખાતે પ્રેકટીસ કરતા
• સને-૨૦૧૪ થી પૂર્ણકાલિન ડોકટર તરીકે એશીયન બેરીયાટ્રીકસ હોસ્પીટલમાં પ્રેકટીસ ચાલુ કરેલ.
• સને-૨૦૧૬ માં અમદાવાદ બેરીયાટ્રીકસ અને કોસ્મેટીક પ્રા.લી. માંથી ડો. મનિષ ખૈતાન છુટા પડેલ.
• સને-૨૦૨૧ માં ડો. મહેન્દ્ર નરવરીયા છુટા થતા તેઓની જગ્યાએ કાર્તિક પટેલ, પ્રદિપ કોઠારી તથા ચિરાગ રાજપૂત જોડાયેલ.
• આરોપી ખ્યાતિ હોસ્પીટલમાં બેરીયાટ્રીકસ વિભાગના પૂર્ણકાલીન ડોકટર તથા તેમના પત્નિ ડો.હેતલ પટોલીયા ગાયનેક વિભાગના પૂર્ણકાલીન ડૉકટર તરીકે સેવા આપે છે.