1 એપ્રિલ, 2025 થી નવી જંત્રીના ભાવ અમલમાં આવશે. આ કારણે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે. મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે. નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં 100 થી 200 ટકાનો વધારો થશે. નવી જંત્રી મુજબ, બમણા કે ત્રણ ગણા ભાવ ચૂકવવા પડશે. ત્યારે સરકારે એકાએક જંત્રીના ભાવમાં વધારો કરતા બિલ્ડર્સ અને ડેવલપર્સ મૂંઝાયા છે. આ મામલે ક્રેડાઈ દ્વારા રાજ્ય સરકારે જાહેર કરેલી પ્રસ્તાવિત જંત્રી મામલે સવાલો ઉઠાવાયા છે. નવા જંત્રીદરમાં જો ઘટાડો નહીં થાય તો ક્રેડાઈ સહિત અમદાવાદના બિલ્ડરો કોર્ટમાં પણ જઈ શકે છે. ક્રેડાઈ અને બિલ્ડરોએ કહ્યું કે નવા જંત્રી દરને કારણે મકાનોની કિંમતમાં 35થી 40 ટકાનો વધારો થઈ શકે છે. જે લોકોએ ઘર નોંધાવી દીધા છે પરંતુ હજુ દસ્તાવેજ બન્યો નથી તેને ખૂબ મોટી અસર થવાની છે. આ સાથે ક્રેડાઈએ કહ્યું કે જો સૂચિત જંત્રીદર લાગૂ કરવામાં આવશે તો ઘરનું ઘર લેવાનું લોકોનું સપનું માત્ર સપનું બનીને રહી જશે. નવા જંત્રીદરમાં જો ઘટાડો નહીં થાય તો ક્રેડાઈ સહિત અમદાવાદના બિલ્ડરો કોર્ટમાં પણ જઈ શકે છે. ક્રેડાઈ અને બિલ્ડરોએ કહ્યું કે નવા જંત્રી દરને કારણે મકાનોની કિંમતમાં 35થી 40 ટકાનો વધારો થઈ શકે છે. જે લોકોએ ઘર નોંધાવી દીધા છે પરંતુ હજુ દસ્તાવેજ બન્યો નથી તેને ખૂબ મોટી અસર થવાની છે. આ સાથે ક્રેડાઈએ કહ્યું કે જો સૂચિત જંત્રીદર લાગૂ કરવામાં આવશે તો ઘરનું ઘર લેવાનું લોકોનું સપનું માત્ર સપનું બનીને રહી જશે.