મહીસાગર જિલ્લામાં બનેલા એક કેસને કારણે અત્યારે IAS નેહા કુમારી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયા છે. જીગ્નેશ મેવાણીએ IAS નેહા કુમારી પર આક્ષેપો કર્યા હતા. અને કહ્યું હતું કે મહીસાગર કલેક્ટર નેહા કુમારીએ જાહેરમાં દલિત યુવાનને અસંવૈધાનિક શબ્દો બોલી અને ગુનો આચાર્યો છે. અને દલિત સમાજ પર આ પ્રકારની ટિપ્પણી મામલે IAS નેહા કુમારી (IAS Neha Kumari) વિરુદ્ધ એક્શન લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ત્યારે આજે SCST આયોગે આ મામલે રિપોર્ટ માંગ્યો છે. મહીસાગર કલેક્ટર IAS નેહા કુમારી (IAS Neha Kumari)ના વિરોધમાં આગામી 6 ડિસેમ્બરે જીગ્નેશ મેવાની દલિતો, આદિવાસી નેતાઓ અને કોંગ્રેસના લોકો સાથે મોટું આંદોલન કરવાના છે. ત્યારે હવે તે પહેલા જ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ એટલે કે SC ST આયોગે DGPને આ બાબતે નોટિસ મોકલી હતી. અને આગામી 15 દિવસની અંદરમાં સમગ્ર ઘટનાનો એકશન ટેકન રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો ? મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારી (IAS Neha Kumari)એ 23 ઓકટોબરના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સૌની હાજરીમાં દલિત યુવાન વિજય પરમાર માટે કાયદાથી પ્રતિબંધિત શબ્દ વાપરી ” ચપ્પલ સે માર ખાને લાયક હૈ”. વકીલો માટે ” વકીલી મેં ચપ્પલ સે માર ખાને કા કામ કરતા હૈ”. “90 ટકા એટ્રોસિટીના કેસો બ્લેકમેઇલ માટે કરવામાં આવે છે” આ પ્રકારના કથિત નિવેદનોનો વિડિયો વાયરલ થયેલો, જે બાબતે વિજય પરમાર અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હતી.