ગ્રામ પંચાયતોની મુદત એક એપ્રિલ ૨૦૨૨ થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં પૂરી થતી હોય ત્યાં સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવશે. વિસર્જન થયેલી ગ્રામ પંચાયતોમાં મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલી ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને અગાઉ યોજાયેલી ચૂંટણીમાં ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી આગામી દિવસોમાં યોજવામાં આવશે. આ ઉપરાંત આ અગાઉ કોઈ ગ્રામ પંચાયતમાં સરપચં સહિત તમામ બેઠકોમાં ઉમેદવારી પત્રો ભરાયેલા ન હોય તેવી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી દિવસોમાં યોજવામાં આવનારી છે. ગ્રામ પંચાયતોની આ ચૂંટણી મતપત્રકીથી યોજવા માટેનો નિર્ણય રાય ચૂંટણી આયોગ દ્રારા લેવામાં આવ્યો છે.
ચૂંટણી આયોગના સચિવ દ્રારા આ સંદર્ભે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને હોદ્દાની એ કલેકટરો તથા તમામ પ્રાંત અધિકારીઓને એક પરિપત્ર મોકલીને જણાવ્યું છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટથી યોજવામાં આવશે અને તે માટે જરિયાત મુજબની મત પેટીઓ જિલ્લા અને તાલુકાના સ્ટ્રોંગ મમાં ઉપલબ્ધ હોય તો તે મેળવીને જો રીપેરીંગની જરિયાત હોય તો તાત્કાલિક પૂરી કરવાની રહેશે. આ ઉપરાંત તમામ મત પેટીઓમાં સર્વિસ તથા ઓઇલિંગ કરાવી ચૂંટણીમાં ઉપયોગમાં લઈ શકાય તે માટેની જરી કાર્યવાહી કરવાની રહેશે.
બેલેટથી ચૂંટણી યોજવાની હોવાથી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ૭૦ જીએસએમ પ્રકારના સફેદ અને ગુલાબી રંગના મતપત્રકો છાપવાના કાગળ સાથેના છાપકામના ભાવો મેળવી ખાનગી પ્રેસ અને એજન્સીઓ નક્કી કરવા તાત્કાલિક કાર્યવાહી હાથ કરવાની રહેશે. ઉમેદવારી પત્રો, વૈધાનિક -બિનવૈધાનિક પરબીડીયા, બિનવૈધાનિક ફોસ વગેરે સ્થાનિક કક્ષાએ છપાવીને ઉપયોગમાં લેવા પણ ચૂંટણી આયોગે સૂચના આપી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જરી સ્ટેશનરી સાધન સામગ્રી જે તે જિલ્લાના કલેકટરોએ સ્થાનિક કક્ષાએથી ખરીદી કરવાની રહેશે.