મધ્યમ વર્ગને પડ્યો મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, અને 2024 નું વર્ષ વિદાય લઈ રહ્યું છે ત્યારે આ વર્ષે શાકાહારી થાળી 7 ટકા મોંઘી થઈ ગઈ છે. રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટમાં નવા આંકડા સામે આવ્યા છે. જાન્યુઆરીની સરખામણીએ નવેમ્બરમાં થાળીના ભાવ 7 ટકા વધ્યા છે. ટામેટા અને બટાકાના ભાવ વધતા પડી અસર છે. આ વર્ષે ટામેટાના ભાવમાં 35 ટકા, બટાકાના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. દાળની કિંમતમાં 10 ટકા વધારો થતા થાળીના ભાવ પર અસર પડી છે. જો તમે શાકાહારી છો તો હવેથી તમને બહાર ખાવા માટે વધુ ખર્ચ કરવો પડશે.
જો તમે નોન-વેજીટેરિયન હોવ તો તે થોડું ઓછું મોંઘું પડશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે તમારી જમવાની પ્લેટ મોંધી થઈ ગઈ છે. નવેમ્બર મહિનામાં જ તમારી વેજ થાળી સાત ટકા અને નોનવેજ થાળી બે ટકા મોંધી થઈ ગઈ છે. જે બરાબર એક વર્ષ પછી નવેમ્બર 2024માં 35 ટકા વધીને રૂ. 53 પ્રતિ કિલો થઈ ગયો. તે જ સમયે, બટાકાની કિંમત પણ 50 ટકા વધીને 25 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 37 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. રેટિંગ એજન્સી ક્રિસિલે પોતાનો રિપોર્ટ જાહેર કરતી વખતે કહ્યું કે, આ ખાદ્ય ફુગાવો ટામેટાં અને બટાકાની કિંમતોમાં વધારાને કારણે થયો છે. વેજ થાળીની કિંમત એક વર્ષ પહેલા 30.5 રૂપિયાથી વધીને 32.7 રૂપિયા થઈ ગઈ છે.