વકફ બોર્ડના CEO વતી રૂા. બે કરોડની લાંચ, ડે. કલેક્ટર સહિત પાંચ સામે ગુનો

Spread the love

વકફ બોર્ડના તત્કાલીન CEO એમ. એચ. ખુમાર વતી તેમના મળતિયાએ રૂ. 2 કરોડથી વધુની લાંચ માગવાનો કિસ્સો બહાર આવતા એસીબીએ રાજપીપળાના નાયબ કલેક્ટર વિજય ચૌહાણ સહિત પાંચ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં રાજપીપળાના નાયબ કલેક્ટરને ફરજ પરથી મોકૂફ કરી દેવાયા છે. ભરૂચના હલદરવા ગામની સીમમાં આવેલી લવારા મસ્જિદની જમીન એસીબીના ફરિયાદીએ દસ્તાવેજના આધારે ખરીદી હતી. ત્યારબાદ જમીન બિન ખેતી કરાવી તેમાં બાંધકામ કર્યું હતું. પરંતુ વકફ બોર્ડના સીઈઓ એમ.એચ. ખુમાર તથા તેમના મળતિયાઓએ આ જમીન ખોટી રીતે ખરીદી હોવાનું કહીને જમીન માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી દઈશું અને ફરિયાદ થાય નહીં તેના માટે સૂ. 2 કરોડની લાંચની માગણી કરી હતી. આ મામલે ટેલિફોનિક વાતચીત કરીને આરોપીઓએ સ્ક્રૂ 2 કરોડની લાંચની માગણી કરી હતી. જે તમામ રેકોર્ડિંગ જમીન માલિકે કરીને પુરાવા સ્વરૂપે એસીબીને આપતા અઈઇએ અંગે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં રહેતા શખ્સે વેચાણ દસ્તાવેજના આધારે હલદરવા ગામમાં આવેલી લવારા મસ્જિદની જમીન ખરીદી તેના વહીવટકર્તાઓ પાસેથી કરી હતી. જેના પેટે જમીનના રૂપિયા પણ મસ્જિદના વહીવટકર્તાઓને ચૂકવી દેવાયા હતા.

તેમ છતાં ગુજરાત રાજ્યના વકફ બોર્ડના તત્કાલીન સીઈઓના વતી તેમના મળતિયાઓએ મસ્જિદની જમીન ખરીદનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નહીં કરવા અને વકફ બોર્ડના રજૂઆત નહીં કરવા સ્ક્રૂ 2 કરોડની માગણી કરી હતી. ફરિયાદીએ એસીબીમાં પુરાવા સાથે અરજી કરી હતી. આ પ્રકરણમાં રાજપીપળાના નાયબ કલેક્ટર વિજય ચૌહાણ, ચેલારામ પંચાલ (ખાનગી વ્યક્તિ) અર્જુન જોશી (ખાનગી વ્યક્તિ), પ્રકાશ નાકિયા (ખાનગી વ્યક્તિ) તથા મહમંદ હુસેન ગાયકવાડ (ખાનગી વ્યક્તિ, રહે. નડિયાદ) વિરુદ્ધ અઈઇએ ગુનો નોંધ્યો છે. વકફ બોર્ડનાં તત્કાલીન સીઈઓ એમ.એચ. ખુમાર વતી સૌ પ્રથમ સૂ ચાર કરોડની લાંચની માગણી થઇ હતી અને ત્યારબાદ રકઝકના અંતે સ્ક્રૂ એક કરોડની માગણી કરી હતી. તે પૈકી સ્ક્રૂ 11 લાખ તત્કાલીક આપવાના અને બાકીના સ્ટૂ 89 લાખ કામ પૂરું થયા પછી આપવાનું નક્કી કરાયું હતું. મસ્જિદની જમીન ખરીદનાર શખ્સ પાસે નડિયાદના રહેવાસી મહમંદ હુસેન ગાયકવાડે વકફ બોર્ડમાં ફરિયાદ ન કરવા અને એમ.એચ. ખુમાર સાથે મીટિંગ કરાવી આપવાના બદલામાં સૂ. 1.50 લાખની માગણી કરી હોવાના પુરવા પણ એસીબીના હાથ લાગ્યા છે. એસીબીએ રાજપીપળાના નાયબ કલેક્ટર સહિત પાંચની સામે ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *