બનાસકાંઠાના ધાનેરામાં એક રસોઈયાનું રહસ્યમયરીતે મોત ન થયું છે. લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુ કતરી બનાવી નાખી હતી. જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનાર ભાવેશ મહેશ્વરી ગુસ્સે ભરાયા હતા અને રસોઈયાને ખુબજ ઠપકો આપ્યો હતો. ભાવેશ મહેશ્વરી નામના વ્યક્તિએ તેમના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી આ રસોઈયાને મીઠાઈ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો હતો.
જેમાં લાડુની મીઠાઈ બનાવવાનું નક્કી થયું હતું અને રસોઇયાએ તેને બદલે કાજુ કતરી બનાવી દીધી. ઓર્ડર આપનાર શખ્સને તેને જાણ થતાં તેઓ અત્યંત આક્રોશે ભરાયા હતા અને રસોઈયાને ભારે ઠપકો આપી લાફો માર્યો અને ધક્કો મારી ઝપાઝપી થઈ. જ્યાં રસોઈયો બેભાન થઈ જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ત્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો. મૃતકના પોસ્ટમોટર્મ બાદ મોડી રાત્રે પરિવારને તેનો મૃતદેહ સોપાયો હતો. જોકે મૃત્યુનું કારણ પોસ્ટમોટર્મનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.
રસોઈયાના પરિવારે ફરિયાદ નોંધાવી છે અને આક્ષેપ લગાવ્યા છે કે ભાવેશ મહેશ્વરી સાથે થયેલી ઝપાઝપીમાં રસોઈયાનું અવસાન થયું છે જેથી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ધાનેરા પોલીસે ગુનો નોંધી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.