ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે, જેમાં મંત્રીઓને જિલ્લા મુજબ ખાસ જવાબદારી સોંપવામાં આવી 79 નગરપાલિકાઓ અને 8 મહાનગરપાલિકાઓ માટે અનામત અને બેઠકોની ફાળવણીનો રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યો. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સરકાર અને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ, જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં મંત્રીઓને ચૂંટણી સંબંધિત કામગીરી માટે ખાસ જવાબદારી સોપવામાં આવી છે. આ ચૂંટણી આગામી જાન્યુઆરી મહિનામાં જાહેર થવાની સંભાવના છે. અને તે માટે હાલની વ્યવસ્થાઓમાં સંપૂર્ણ આયોજન શરૂ થઈ ગયું છે.
રાજ્યમાં ચુંટણીની તૈયારીમાં મુખ્યત્વે મતદાનની સગવડતા અને બેઠકોની ફાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. ગયા મહિને 79 નગરપાલિકાઓ અને 8 મહાનગરપાલિકાઓ માટે રોસ્ટર નોટિફિકેશન અને બેઠક ફાળવણી જાહેર કરવામાં આવી હતી. 27% અનામત લાગુ થયા પછી બેઠકોના સીમાંકનમાં ફેરફાર કરાયો હતો. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, અને ભાવનગર જેવી મહાનગરપાલિકાઓમાં મેયર પદ માટે અનામત કેટેગરી અનુસાર ટર્મ ફાળવણી કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, અમદાવાદમાં પ્રથમ ટર્મ માટે બેકવર્ડ ક્લાસ મેયર અને બીજા ટર્મ માટે મહિલા અનામત છે. સુરતમાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર અને પછી જનરલ કેટેગરીમાંથી મેયર રહેશે. આ રોસ્ટર અનુસાર અન્ય મહાનગરપાલિકાઓમાં પણ વિતરણ થયું છે.