બેંગ્લુરુની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરનારા 34 વર્ષીય AlI એન્જિનિયર અતુલ સુભાષે પોતાને ઘરે આત્મહત્યા કરી લીધી છે. તેઓ ઉત્તર પ્રદેશના વતની હતા. તેમણે 90 મિનિટનો વીડિયો ૧ અને 24 પાનાની સ્યૂસાઇડ નોટ મૂકીને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ અંતિમ ચિઠ્ઠીમાં અતુલે પોતાની પત્ની [અને તેના પરિવારજનો પર ઉત્પીડન અને ખોટા કેસ દાખલ કરવાના આરોપ લગાવ્યા છે. અતુલે સ્યૂસાઇડ નોટમાં કહ્યું છે કે, “હું પૈસા આપવાનો ઇન્કાર કરું છું અને મોતને પસંદ કરું છું. કારણ કે હું નથી ઇચ્છતો કે મારા પૈસાનો ઉપયોગ મારા વિરોધીઓ દ્વારા મને અને મારા પરિવારને પ્રતાડિત કરવા માટે થાય. જો મને ન્યાય ન મળે તો મારી અસ્થિઓ કોર્ટની બહાર ગટરમાં પધરાવી દેજો.” ત્યારે હવે બધાના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, મહિલાઓના અધિકારો પર અવાજ ઉઠાવનાર સમાજ શું પુરુષોના અધિકારો માટે પણ લડશે? અતુલને જીવતેજીવત તો ન્યાય ન મળ્યો. તો શું મોત બાદ મળશે? શું ફરીથી કોઈ બીજો અતુલ મોતને વહાલું કરવા લાચાર ન થાય તેના માટે ન્યાયિક વ્યવસ્થા કોઈ પગલું ભરશે?
અતુલ સુભાષે આરોપ લગાવ્યો છે કે, તેની પત્નીએ તેના વિરુદ્ધ ઘણા કેસ નોંધાવ્યા છે અને હવે 3 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી રહી છે. અતુલ સુભાષ બેંગલુરુ સિટીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં DGMના પદ પર કાર્યરત હતા. ત્યારે અતુલ સુભાષની આત્મહત્યાથી તેમનો પરિવાર આમ અચાનક પોતાના પુત્ર અને ભાઈના આવાં પગલાથી તૂટી ચૂક્યો છે. અતુલના પિતા પવન કુમારે કહ્યું કે, “તેણે અમને કહ્યું હતું કે મધ્યસ્થતા કોર્ટમાં જે લોકો છે. તેઓ કાયદા અનુસાર કામ નથી કરતા, તેમજ સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર પણ નહીં. તેને ઓછામાં ઓછું 40 વખત બેગ્લુરુથી જૌનપુર જવું પડ્યું હતું. તેની પત્ની વારંવાર એક બાદ એક આરોપ લગાવતી રહેતી હતી. તે નિરાશ જરૂર થયો પરંતુ તેણે અમને એવું ક્યારેય અનુભવવા નથી દીધું, અમને અચાનક ઘટનાની જાણકારી મળી. અચાનક અમને આ ઘટનાની જાણકારી મળી. તેણે રાત્રે 1 વાગ્યે અમારા નાના દીકરાને મેઈલ મોકલ્યો હતો. દીકરા દ્વારા તેની પત્ની અને તેના પરિવાર વિરુદ્ધ લગાવાયેલા આરોપો 100% સાચા છે. અમે નથી જણાવી શક્તા કે અમારો દીકરો કેટલો સ્ટ્રેસમાં હતો.”
અતુલે સ્યૂસાઇડ વખતે જે ટીશર્ટ પહેરી હતી, તેની પર લખ્યું હતું Justice Is Due. હવે દેશમાં ચર્ચા થઈ રહી છે કે અતુલ સુભાષ મોદીને ન્યાય કોણ અપાવશે? કેવી રીતે અપાવશે? તેની પહેલાં અતુલે દોઢ કલાકના વીડિયો અને 24 પાનાની સ્યુસાઇડ નોટમાં આપઘાત માટે પત્ની, સાસરી પક્ષ અને ન્યાયિક વ્યવસ્થાને જવાબદાર ઠેરવી હતી. તેમના લગ્ન 2019માં થયા હતા. દાવો કરવામાં આવે છે કે, લગ્નના બે વર્ષ બાદ પત્નીએ અતુલ સામે દહેજ ઉત્પીડન, હત્યાથી લઈને અપ્રાકૃતિક યૌન શોષણ જેવા કેસ નોંધાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, પત્નીએ ત્રણ કરોડ રૂપિયા ભથ્થું માંગ્યું. અતુલને પુત્રનો ચહેરો પણ ન જોવા દીધો. પત્નીના પિતાનું લગ્ન બાદ બીમારીથી મોત થયું, પરંતુ સાસરી પક્ષવાળાએ હત્યાની FIR નોંધાવી. અતુલના આરોપો અનુસાર, ફેમિલી કોર્ટમાં જજે કેસ સેટલ કરવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. અતુલે દાવો કર્યો કે, તેણે 2 વર્ષમાં 120 વખત કોર્ટમાં હાજરી આપવા જવું પડયું હતું તેમણે ત્યાં સુધી આરોપ લગાવી દીધો કે, પત્નીએ જજની સામે જ કહી દીધું હતું કે સ્યૂસાઇડ કેમ નથી કરી લેતા અને જજ આ સાંભળીને હસવા લાગ્યા હતા.
હવે સવાલ થાય કે, શું અતુલે પત્ની, સાસરી પક્ષ અને જ્યુડિશિયલ સિસ્ટમ સામે હાર માનીને આત્મહત્યા કરી લીધી? અતુલના જણાવ્યા અનુસાર, પત્નીએ સાડા ચાર વર્ષના પુત્રને મળવા પણ ન દીધો. પોતાની મોત પહેલાં અતુલ તેમના દીકરા માટે કેટલીક ગિફટ છોડીને ગયા છે. તેઓ ઇચ્છતા હતા કે તેમનો દીકરો આ ગિફટ 2038માં 18 વર્ષનો થાય ત્યારે ખોલે. આરોપી સાસરી પક્ષ આ વિવાદમાં અત્યાર સુધી સામે જવાબ આપવા નથી આવ્યો. અતુલે સ્યુસાઇડનું મુશ્કેલ પગલું ઉઠાવતા પહેલાં રંબલ પર 80 મિનિટથી વધુનો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેમણે એ પરિસ્થિતિઓ વિશે જણાવ્યું હતું, જેને લઈને તેઓ આત્મહત્યા કરવા માટે પ્રેરિત થયા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા આ વીડિયોમાં સુભાષને એવું કહેતાં સાંભળી શકાય છે કે, “મને લાગે છે કે મારે આત્મહત્યા કરી લેવી જોઈએ, કારણ કે હું જે પૈસા કમાઈ રહ્યો છું, તેનાથી મારા દુશ્મન વધુ મજબૂત થઈ રહ્યા છે. એ જ પૈસાનો ઉપયોગ મને બરબાદ કરવા માટે થશે અને આ યથાવત રહેશે.” તેમણે આગળ કહ્યું, “મારા ટેક્સથી મળનારા પૈસાથી આ કોર્ટ અને પોલીસ સિસ્ટમ મને મારા પરિવાર અને અન્ય સારા લોકોને પરેશાન કરશે. જેથી વેલ્યુની સપ્લાઈ ખતમ થવી જોઈએ ”
પોલીસ અનુસાર, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સુભાષ પોતાની પત્ની સાથે વૈવાહિક કલહનો સામનો કરી રહ્યો હતો, જેણે ઉત્તરપ્રદેશમાં તેની વિરુદ્ધ પણ કેસ નોંધાવ્યો હતો. અધિકારીએ કહ્યું કે, તેણે પોતાની સ્યૂસાઇડ નોટ ઘણા લોકોને ઇમેઇલ દ્વારા મોકલી છે અને તેને એક NGOને વઝ્હોટ્સએપ ગ્રુપમાં શેર કરી છે, જેની સાથે તે જોડાયેલો હતો. આ ઉપરાંત પોતાની સ્યૂસાઇડ નોટમાં સુભાષે અપીલ કરી કે, તેના પુત્રની કસ્ટડી તેના માતા-પિતાને આપી દેવામાં આવે. પત્ની પુત્રને સારો માણસ બનાવી નહીં શકે પરંતુ મારા માતાપિતા અને ભાઈ પુત્રને સારી વેલ્યુ શીખવાડી શકશે. મળતી માહિતી અનુસાર, પોલીસને 9 ડિસેમ્બરે સવારે 6 વાગ્યે એક કોલ આવ્યો હતો, જેમાં સ્યૂસાઇડ કરવાની જાણકારી આપવામાં આવી હતી. જયારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ઘર અંદરથી બંધ હતું. સ્થાનિક લોકોની મદદથી દરવાજો તોડવામાં આવ્યો, ત્યારે જાણ થઈ કે 34 વર્ષીય અતુલ સુભાષે બેડરૂમમાં લાગેલા સીલિંગ ફેનથી લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની સંપૂર્ણ જાણકારી ઉત્તરપ્રદેશમાં રહેતા તેના પરિવારને આપવામાં આવી, ત્યારબાદ તેમના ભાઈ વિકાસ કુમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. વિકાસે જણાવ્યું કે, અતુલની પત્ની, તેની માં, તેના ભાઈ અને તેના કાકાએ ખોટા કેસમાં તેને ફસાવ્યો હતા અને આ કેસ માટે ત્રણ કરોડ રૂપિયા માંગ્યા હતા. જેના કારણે અતુલ સુભાષ ખૂબ જ ડિપ્રેશનમાં હતો, જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી. પીડિત પરિવારની રિપોર્ટ પર મરાઠાહલ્લી સ્ટેશનમાં BNS એક્ટની કલમ 108 અને 3(5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.