સુરત
સુરતના ઉપનામાં બાળકીની છેડતી કરનાર શખ્સને પોલીસે ભણાવ્યો કાયદાનો ભરાબરનો પાઠ ભણાવ્યો. આરોપી નિમુદિનનું સરપસ કાઢીને જાહેરમાં જ મગાવી લોકોને માફી મંગાવી. ભરબજારમાં આરોપીને ફેરવીને કાયદાનું ભાન કરાવ્યું. છેલ્લાં કેટલાક સમયથી ગુજરાત પોલીસે ગુનાખોરી સામે નવુ શસ્ત્ર ઉગામ્યું છે. ગુજરાતમાં દાદાનું બુઝડોઝર સફળ રીતે ફરી વળ્યું હતું. ત્યારે હવે આરોપીઓના વરઘોડા કાઢવાની નવી પેટર્ન ગુજરાત પોલીસે અપનાવી છે. સંઘવીના સિંષમો હવે આરોપીઓને લઈને રસ્તા પર ઉતરી રહ્યાં છે. કાયદાનો ખોફ રહે તે માટે હવે ગુજરાતમાં જાહેરમાં આરોપીઓના વરષોડા નીકળી રહ્યાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કહી ચૂકયા છે કે, ગુનેગાર જે ભાષામાં સમજે એ ભાષામાં સમજાવવો જ જોઈએ. જો કોઈ નિદોષ વ્યક્તિને ગુનેગારો પરેશાન કરશે તો તેનો વરઘોડો તો નીકળવો જ જોઈએ. છેલ્લાં કેટલાક દિવસથી ગુજરાતના રસ્તાઓ પર આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી રહી છે, અને તેઓ લોકોની માફી માંગી રહ્યાં છે. આ દ્રષ્યો બતાવે છે કે, ગુજરાતમાં ગુનાખોરી આચરનારાઓને માફ નહિ કરાય.
તાજેતરમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુનેગાર જે ભાષા સમજતા હોય તે ભાષામાં પોલીસે સમજાવવા જોઈએ. પોલીસને ડંડો આપ્યો છે તેનો છૂટથી ઉપયોગ કરવાનું જાહેર મંચ પરથી કહું છું. આરોપીઓના વઘોડાથી ઘણાને મુશ્કેલી પડે છે પણ ગુનેગારના વરઘોડા તો નીકળશે જ. જો કોઈ નિદોષ વ્યક્તિને ગુનેગારો પરેશાન કરશે તો તેનો વરઘોડો તો નીકળવો જ જોઈએ. પૌલીસ સાથે પનારાઓ પાડનાર ગુનેગારની ચાલ પણ બદલાવવી જોઈએ. નવા જમાનાના ગુનેગારોને હવે તેમની જ ભાષામાં સમજાવવું જરૂરી બની ગયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું બુલડોઝર એક્શન આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, તો ગુજરાતે પણ આ પેટર્ન અપનાવી હતી. ત્યારે હવે ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓના વરઘોડાની નવી પેટર્ન અપનાવી છે. ગુનેગારોને હવે સમાજની સામે લાવવા જરૂરી બન્યું છે. આરોપીઓ હવે જાહેરમાં માફી માંગતા થયા છે.
હવે ગુજરાત પોલીસના આ વરઘોડા ફેમસ બની રહ્યાં છે. ચારેતરફ ગુજરાત પોલીસની કામગીરીની વાહવાહી થઈ રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા છુટાદૌર મળતા હવે ગુજરાત પોલીસ મેગા એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગુજરાત પોલીસની આરોપીઓની સરભરા કરવાની પેટર્ન બદલાઈ છે. આરોપીઓને હવે સીધા રસ્તા પર જ ઉતારવામાં આવી રહ્યાં છે. જે બતાવે છે કે, કાયદાને હાથના લેનારને બક્ષવામાં નહિ આવે. હવે ગુજરાતના ગુનેગારો રસ્તા પર માફી માંગતા દેખાઈ રહ્યાં છે. જે બતાવે છે કે, આરોપ નાનો હશે કે મોટો કોઈને છોડવામાં નહિ આવે. છેલ્લાં કેટલાક દિવસોથી સુરતમાં વધી રહેલા ગુનાઓને કારણે હવે સુરત પોલીસ દ્વારા આરોપીઓના સૌથી વધુ વરઘોડા નીકળ્યા છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ સંઘવીના સિયમો આરોપીઓના સરઘસ કાઢી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોની ઘટના પર નજર કરીએ તો…