ગાંધીનગર
ગાંધીનગરના મેયરશ્રી મીરાબેન પટેલ એ વડીલોની ચિંતા કરીને આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરતા જણાવ્યું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકા નગરજનોની તમામ પ્રાથમિક સુવિધાઓ સાથે સુખાકારીમાં વધારો કરવા માટે સતત કાર્યરત છે. ત્યારે આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરતા ગાંધીનગર મહાનગરપાલિકા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત ₹૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને પર બેઠા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત આરોગ્ય રથમાં એક મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને હેલ્પર રહેશે. જેઓ અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નોંધાયેલા લાભાર્થીઓના ઘરે મહિનામાં એકવાર આરોગ્યલક્ષી તપાસવા માટે મુલાકાત લેશે.
આ મુલાકાત દરમિયાન તેઓના બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ઓક્સિજન લેવલ તેમજ અન્ય જરૂરી તપાસ કરીને પ્રાથમિક સારવાર આપશે. જો વધારે સારવારની જરૂર જણાય તો નજીકના હેલ્થ સેન્ટરમાં અથવા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવશે હાલના સમયમાં પાંચ આરોગ્યરથ હારા સેવાઓ આપવામાં આવશે ભવિષ્યમાં જરૂર જણાશે તો તેમાં વધારો પણ કરવામાં આવશે. આ રથની સેવા અંતર્ગત તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ શુક્રવારથી કોર્મ ભરીને નોંપણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જેથી ૬૦ વર્ષથી ઉપરના તમામ વડીલોને પોતાના નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આધાર કાર્ડની એક ઝેરોક્ષ સાથે રાખીને ફોર્મ ભરીને નોંધણી કરાવી શકશે. તેમજ મેયરશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, આવો આપણે સૌ સાથે મળીને વડીલોની કાળજી લઈએ તેમજ તેમનું સ્વાસ્થ્ય સારું રહે તેવો પ્રયાસ કરીએ.