ગાંધીનગર
Gj 18 એટલે ગુજરાતનું પાટનગર અને ગુજરાતનું જમાદાર કહી શકાય, ત્યારે કરોડો નહીં અબજોની ગ્રાન્ટો મહાનગરપાલિકાઓને અહીંથી આપવામાં આવે છે, છતાં એએમસી એવી અમદાવાદ મહાનગરપાલિકા સતત ત્રણ વર્ષથી ફલાવર શો કરી રહી છે, ત્યારે જીજે ૧૮ ની મહાનગરપાલિકા હજુ ચણામાંથી ફોતરા કાઢી રહી છે, અને હાલ કમિશનર ટ્રેનિંગમાં ગયા હોવાથી ફાઈલ ઘોંચમાં પડી છે, ત્યારે શુંભ આશયથી અને નગરજનો માટે નવું નજરાણું જોવા કરેલો ફ્લાવર શો ફાઈલ ચાલવામાં અને ચાલવામાં ફાઈલ ડેથ થઈ ગઈ જેવો ઘાટ સર્જાયો છે,
મહાનગરપાલિકામાં ચાલતા અંદરો અંદરના ડખાના કારણે કામ નહીં થવાના મોટા બખ્ખા ઉભા થયા છે, બાકી કરોડો નહીં અબજોની ગ્રાન્ટો મહાનગરપાલિકા પાસે આવે છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સતત ફલાવર શો કરીને કમાણી કરી રહી છે, ત્યારે આ વખતે તો ટિકિટના રેટ પણ વધારી દીધા છે, અને અહીંયા ફ્લાવર શોના ઠેકાણા નથી, ત્યારે ફલાવર શો ન થાય તો કાંઈ નહીં પણ ફફ્લાવરની સીઝન આવી ગઈ છે, એટલે ફ્લાવરનું શાક ખાઓ, બાકી અનેક લોકોમાં આ ચર્ચા ફલાવર સો ની થઈ રહી હતી, ત્યારે અત્યારે તો પૂર્ણવિરામ મુકાઈ ગયું છે,