કોર્પોરેટરો 2 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો… કોર્પોરેટરો અને અધિકારીઓ જનતાના પૈસા કાશ્મીરમાં પ્રવાસ કરવાના આરોપ ઉઠી રહ્યાં છે.

Spread the love

અમદાવાદ મહાનગર પાલિકાના 191 કોર્પોરેટરો અને 25 અધિકારીઓ અભ્યાસ માટે શ્રીનગર જશે. જે અંગેની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર પણ કરી દેવામાં આવી છે. અંદાજે બે કરોડના ખર્ચે ખાનગી ટુર ઓપરેટરને સંપર્ક સાધવા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.. કલમ 370 હટાવ્યા બાદ શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં પ્રજાલક્ષી કામગીરી કેવા પ્રકારની થઈ છે જેમાં મુખ્યત્વે હાઉસિંગ રોડ, ટ્રાફિક, બ્રિજ અને અલગ અલગ વોટર પ્રોજેક્ટ કઈ રીતના કાર્યરત કરવામાં આવ્યા તેનો અભ્યાસ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે બે કરોડના આ પ્રવાસ પાછળ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. કોર્પોરેટરો અને અધિકારીઓ જનતાના પૈસા કાશ્મીરમાં પ્રવાસ કરવાના આરોપ ઉઠી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, કારણ કે અગાઉ કોર્પોરેટરોને લેપટોપ આપવાના મુદ્દે પણ વિવાદ સર્જાયો હતો.. જે બાદ હવે ટ્રેનિગ કમિટી સાથેની અન્ય 11 કમિટીઓના સભ્યોને તબક્કાવાર શ્રીનગર મોકલવાના આયોજન કરવામાં આવ્યું છે.. જો કે આ મામલે કોંગ્રેસ અને AIMIMના કાઉન્સિલરોને હજુ સુધી મંજૂરી મળી નથી. ઉલ્લેખનિય છે કે, દરેક ટર્મના કોર્પોરેટર અને અધિકારીઓને અભ્યાસઅર્થે દેશ વિદેશના પ્રવાસે મોકલવામાં આવતા હોય છે. આ પહેલાના અગાઉની ટર્મનાં કોર્પોરેટરોને તો દેશવિદેશ જવાની તક મળી હતી.. જોકે અગાઉની ટર્મનાં અમુક કોર્પોરેટરોએ અભ્યાસ પ્રવાસ દરમિયાન કરેલાં ગેરવર્તનની ફરિયાદો  તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સુધી પહોંચ્યા બાદ આ કોર્પોરેટરોનાં અભ્યાસ પ્રવાસ ઉપર બ્રેક લાગી ગઇ હતી. જો કે આ ટર્મમાં ફરી કોર્પોરેટર્સે માંગણી કરતા કાશ્મીર પ્રવાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ  પ્રવાસમાં પ્રજાના 2 કરોડનો ધૂવાડો થતો હોવાથી આ પ્રવાસ પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે.નોંધિયનિ છે કે આ સમગ્ર પ્રવાસનું કોન્ટ્રોક્ટ અક્ષર ટ્રાવેલ્સને આપવામાં આવ્યો છે. ભાજપ-કોંગ્રેસનાં કોર્પોરેટરોની સાથે બે કમિટી દીઠ બે બે અધિકારીને પણ મોકલવાનું આયોજન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com