કેજરીવાલ નવી દિલ્હી, આતિષી કાલકાજીથી ચૂંટણી લડશે,26 ધારાસભ્યોની ટિકિટ કેન્સલ, 4ની સીટ બદલાઈ
અમદાવાદ
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થાય છે તેથી ફેબ્રુઆરી 2025માં ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે આમ આદમી પાર્ટી એ તમામ 70 વિધાનસભાની બેઠકો ઉપર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. 15 મી ડિસેમ્બરે ચોથી અને છેલ્લી યાદી બહાર પાડી જેમાં કેજરીવાલ નવી દિલ્હી, આતિષી કાલકાજીથી ચૂંટણી લડશે,26 ધારાસભ્યોની ટિકિટ કેન્સલ થઈ છે 4ની સીટ બદલાઈ છે.જેમાં મનીષ સિસોદિયાને પટપરગંજથી જંગપુરા, રાખી બિદલાનને મંગોલપુરીથી માદીપુર, પ્રવીણ કુમારને જંગપુરાથી જનકપુરી અને દુર્ગેશ પાઠકને કરવલ નગરથી રાજેન્દ્રનગરની ટિકિટ આપવામાં આવી છે. રાઘવ ચઢ્ઢા 2019માં રાજેન્દ્રનગરથી ધારાસભ્ય હતા. તેઓ રાજ્યસભામાં ગયા બાદ આ બેઠક ખાલી પડી હતી.
પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. કાલકાજીથી સીએમ આતિશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી, સત્યેન્દ્ર જૈન શકુર બસ્તીથી ચૂંટણી લડશે..AAPએ પ્રથમ યાદીમાં 11, બીજીમાં 20, ત્રીજામાં એક અને ચોથીમાં 38 ઉમેદવારોની જાહેરાત કરી છે.
અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પોતાના મંત્રીઓ અને મોટા ચહેરાઓની ટિકિટ જાળવી રાખી છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી, આતિશી કાલકાજીથી, ગોપાલ રાય બાબરપુરથી, સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી, ઈમરાન હૂસૈન બલ્લીમારનથી અને મુકેશકુમાર અહલાવત સુલતાનપુર મજરાથી ચૂંટણી લડી રહ્યા છે.તાજેતરમાં ભાજપ કે કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયા છે. ત્રીજી યાદીમાં AAP એ નજફગઢથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો જ્યાંથી પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત ચૂંટણી જીત્યા હતા. ગેહલોત હાલમાં જ AAP છોડીને ભાજપમાં જોડાયા હતા.
આપના 70 ઉમેદવારોનું લિસ્ટ
1. નરેલા- દિનેશ ભારદ્વાજ
2. તિમારપુર- સુરેન્દ્રપાલ સિંહ બિટ્ટુ
3. આદર્શ નગર- મુકેશ ગોયલ
4. મુંડકા- જસબીર કરાલા
5. મંગોલપુરી- રાકેશ જાટવ ધર્મરક્ષક
6. રોહિણી- પ્રદીપ મિત્તલ
7. ચાંદની ચોક- પુનરદીપસિંહ સાહની (SABI)
8. પટેલ નગર- પ્રવેશ રતન
9. માદીપુર- રાખી બિરલાન
10. જનકપુરી- પ્રવીણ કુમાર
11. બિજવાસન- સુરેન્દ્ર ભારદ્વાજ
12. પાલમ- જોગીન્દર સોલંકી
13. જંગપુરા- મનીષ સિસોદિયા
14. દેવળી- પ્રેમકુમાર ચૌહાણ
15. ત્રિલોકપુરી- અંજના પરચા
16. પટપરગંજ- અવધ ઓઝા
17. કૃષ્ણા નગર- વિકાસ બગ્ગા
18. ગાંધી નગર- નવીન ચૌધરી (દીપુ)
19. શાહદરા- પદ્મશ્રી જીતેન્દ્ર સિંહ શાંતિ
20. મુસ્તફાબાદ- આદિલ અહેમદ ખાન
21. છતરપુર – બ્રહ્મસિંહ તંવર
22. કિરારી – અનિલ ઝા
23. વિશ્વાસ નગર – દીપક સિંઘલા
24. રોહતાસ નગર – સરિતા સિંહ
25. લક્ષ્મી નગર – બીબી ત્યાગી
26. બાદરપુર – રામ સિંહ
27. સીલમપુર – ઝુબેર ચૌધરી
28. સીમાપુરી – વીર સિંહ ધીંગાન
29. ખોંડા – ગૌરવ શર્માને
30. કરાવલ નગર – મનોજ ત્યાગી
31. મતિયાલા – સોમેશ શૌકીન
32. બુરારી – સંજીવ ઝા
33. બદલી – અજેશ યાદવ
34. રિથાલા – મોહિન્દર ગોયલ
35. બાવાના- જય ભગવાન
36. સુલતાનપુર માજરા- મુકેશ કુમાર અહલાવત
37. નાંગલોઈ જાટ – રઘુવિન્દર શૌકીન
38. શાલીમાર બાગ – બંદના કુમારી
39. શકુર બસ્તી – સત્યેન્દ્ર જૈન
40. ત્રિનગર – પ્રીતિ તોમર
41. વઝીરપુર- રાજેશ ગુપ્તા
42. મૉડલ ટાઉન- અકિલેશ પાટી ત્રિપાઠી
43. સદર બજાર – સોમ દત્ત
44. મટિયાલા મહેલ – શોએબ ઈકબાલ
46. બલ્લીમારન – ઈમરાન હુસૈન
47. કરોલ બાગ – ખાસ રવિ
48. મોતી નગર – શિવચરણ ગોયલ
49. રાજૌરી ગાર્ડન – ધનવતી ચંદેલા
50. હરિ નગર- રાજ કુમારી ધિલ્લોન
51. તિલક નગર – જરનૈલ સિંહ
52. વિકાસપુરી – મહિન્દર યાદવ
53. ઉત્તમ નગર – પોશ બાલ્યાન
54. દ્વારકા – વિનય મિશ્રા
55. દિલ્હી કેન્ટ – વિરેન્દ્રસિંહ કડિયાન
56. રાજેન્દ્ર નગર – દુર્ગેશ પાઠક
57. નવી દિલ્હી- અરવિંદ કેજરીવાલ
58. કસ્તુરબા નગર – રમેશ પહેલવાન
59. માલવીયા નગર – સોમનાથ ભારતી
60. મહેરૌલી- નરેશ યાદવ
61. આંબેડકર નગર – અજય દત્ત
62. સંગમ વિહાર – દિનેશ મોહનિયા
63. ગ્રેટર કૈલાશ – સૌરભ ભારદ્વાજ
64. કાલકાજી – આતિશી
65. તુગલકાબાદ – સાહી રામ
66. ઓખલા – અમાનતુલ્લા ખાન
67. કોંડલી – કુલદીપ કુમાર
68. બાબરપુર – ગોપાલ રાય
69. ગોકુલપુર – સુરેન્દ્ર કુમાર
70. નજફગઢ- તરુણ યાદવ