ભરણપોષણનો નિયમ બદલાયો: હવે પુરુષો માટે નવો વળાંક

Spread the love

 પુરૂષ પ્રધાન દેશમાં જ્યારે મહિલાઓ સશક્ત ન હતી, તે સમયે વિવિધ કાયદાઓથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી. પરંતુ આ કાયદાઓનો દુરૂપયોગ પણ એટલો જ થાય છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ અતુલ સુભાષ છે. જેણે હાલમાં જ પત્ની દ્વારા યાતનાઓથી ત્રાસીને આપઘાત કર્યો છે. મહિલાઓને આ પ્રકારની હિંસાથી સુરક્ષા આપવા અનેક કાયદાકીય માર્ગો છે, તેવી જ રીતે પતિ પાસે પણ કેટલાક અધિકારો છે, જેની મદદથી તેઓ પોતાનો બચાવ કરી શકે છે.  છૂટાછેડા માગવાનો હક ભારતમાં પુરૂષો પાસે પણ છૂટાછેડા માગવાનો હક છે.

હિન્દુ મેરેજ એકટ 1955ની કલમ 13 (1) હેઠળ પતિ છૂટાછેડાની અરજી કરવાનો અધિકાર છે. પુરૂષો પાસે પણ ઉત્પીડન, વ્યાભિચાર (એટલે કે લગ્નની બહાર સંબંધ રાખવો), ત્યાગ, પત્નીની માનસિક નબળાઇ વગેરેના કારણોસર છૂટાછેડા માગવાનો હક છે. મુસ્લિમ પુરૂષ શરિયા કાયદા હેઠળ છૂટાછેડા આપી શકે છે. પરંતુ તીન તલાક ગેરકાયદેસર છે.

સપત્તિ પર અધિકાર- જો છૂટાછેડા સમયે સંપત્તિનો વિવાદ હોય તો પુરૂષ સંયુક્ત સંપત્તિમાં પોતાનો હિસ્સો માગી શકે છે. છૂટાછેડાની સ્થિતિમાં પતિને પત્નીને આપવામાં આવેલી સંપત્તિમાં હક મળતો નથી. પરંતુ જે સંપત્તિ બંનેએ સાથે મળીને ખરીદી હોય તેમાં પુરૂષનો પણ હક હોય છે.

પતિને પણ મળે છે ભરણ-પોષણ ભારતમાં એક ધારણા છે કે, ગુજરાન ચલાવવા માત્ર મહિલાઓને ભરણપોષણ મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ભારતીય કાયદામાં પુરૂષ પોતાની પત્ની પાસે ભરણ-પોષણ માટે વળતર માગી શકે છે. હિન્દુ મેરેજ એકટની કલમ 24 અને કલમ 25 અંતર્ગત જો પત્ની આર્થિક રૂપે સક્ષમ હોય અને પતિની આર્થિક સ્થિતિ નબળી હોય તો પતિ ભરણ-પોષણની માગ કરી શકે છે. ભારતમાં અત્યારસુધી એવા ઘણાં કેસોમાં કોર્ટ મહિલાઓને ભરણ-પોષણ આપવાનો આદેશ આપ્યો છે. 2011માં રાની સેઠી બનામ સુનિલ સેઠી મામલે દિલ્હી હાઈકોર્ટે રૂ. 20000નું માસિક વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. જેમાં કોર્ટે પતિની નાણાકીય સ્થિતિ ખરાબ હોવાથી પત્નીને સામેથી ભરણ-પોષણ ચૂકવવા આદેશ કર્યો હતો.

ખોટા આરોપોથી કર્યો બચાવ દહેજ ઉત્પીડન તથા ઘરેલુ હિંસાના ખોટા આરોપોમાંથી પુરૂષોને બચાવવા માટે કાયદાની જોગવાઈ છે. પુરૂષ કોર્ટમાં અપીલ કરી શકે છે કે, ખોટા આરોપો વિરૂદ્ધ પતિ અરજી કરી પુરાવા રજૂ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com