ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(GSRTC) દ્વારા રાજ્યમાં કોઈપણ સ્થળે બાંધકામની કામગીરી કરવાની હોય તો ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમાં ટેન્ડર પ્રક્રિયાની શરતોમાં સ્પષ્ટ જણાવવામાં આવે છે કે ટેન્ડર લેનારે કુલ કામની રકમના 10% રકમ સિક્યુરિટી ડિપોઝિટ તરીકે આપવી. પરંતુ પોસ્ટ ટેન્ડર શરતોમાં સુધારો કરીને કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે આ રકમ 5% કે અઢી ટકા સુધી કરી દેવામાં આવે છે. આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. GSRTC દ્વારા ગુજરાતમાં 50 કરોડ જેટલી રકમના હાલ કામો ચાલી રહ્યા છે. જેની ટેન્ડર શરતોમાં સિક્યુરિટી ડિપોઝિટની રકમ 10% થી ઘટાડીને 5 % અને 3 % કરવામાં આવી હતી. વિભાગના મુખ્ય બાંધકામનાં કર્મચારીઓ દ્વારા 50 કરોડથી વધારે રકમના બાંધકામના કામોમાં પોસ્ટ ટેન્ડર કન્ડિશન બદલીને કરોડો રૂપિયાના કામો મળતીયાઓ સાથે સંકળાયેલી એજન્સીને આપી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા છતાં કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી જેથી આ સમગ્ર મોટા અધિકારીઓની દોરવણી હેઠળ સમગ્ર કૌભાંડ કરવામા આવી રહ્યાની શક્યતા છે. કરોડોના કામોમાં ઓનલાઈન ટેન્ડરમાં SD (સિક્યુરિટી ડિપોઝિટ)ની બતાવેલ રકમ 10% ની સામે મળતીયા કોન્ટ્રાકટ ટેન્ડર મળે તો 3% અને 5% ડિપોઝીટ લેવા આવે છે.
GSRTC ના બાંધકામમાં ટેન્ડર શરત બદલીને થતો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, ટેન્ડરો માટે શરતમાં સુધારો કરાયો
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments