લાસ વેગાસના એક ન્યાયાધીશે 2020 માં થેંક્સગિવિંગ પર બે રાજ્યોમાં ગોળીબાર કરવા બદલ ટેક્સાસના એક વ્યક્તિને 100 વર્ષની જેલની સજા ફટકારી છે. નેવાડામાં આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ક્રિસ્ટોફર મેકડોનેલને 100 વર્ષની સજા ફટકારવામાં આવી છે, તે 32 વર્ષનો છે. ક્રિસ્ટોફરે ઑક્ટોબરમાં હત્યા, હત્યાનો પ્રયાસ, હત્યાનું કાવતરું, હથિયારોના આરોપો અને બંદૂકના ગેરકાયદેસર કબજામાં અપરાધી હોવા સહિતના 20 થી વધુ ગુનાઓમાં દોષી કબૂલ્યું હતું. ક્લાર્ક કાઉન્ટીના જિલ્લા ન્યાયાધીશ ટિએરા જોન્સે શુક્રવારે ક્રિસ્ટોફરને ઓછામાં ઓછી 100 વર્ષની જેલની સજા ફટકારી હતી. એ પણ કહ્યું કે જો તે 100 વર્ષ પછી પણ જીવિત રહેશે તો તે 2120માં પેરોલ માટે લાયક બનશે. માત્ર મેકડોનેલ જ નહીં પરંતુ તેના ભાઈ શોન મેકડોનેલ (34) અને શોન મેકડોનેલની તત્કાલીન પત્ની કાયલે લુઈસ (29)એ મળીને ડઝનેક આરોપોનો સામનો કર્યો હતો. પોલીસ અને વકીલોનું કહેવું છે કે ત્રણેયએ 26 નવેમ્બર, 2020 ના રોજ લાસ વેગાસમાં 11 કલાકની ઝપાઝપી કરી. જેમાં તેઓએ ગોળીબાર કર્યો. લાસ વેગાસ નજીક હેન્ડરસનના એક સ્ટોરમાં થયેલા આ ગોળીબાર કર્યો. લાસ વેગાસ નજીક હેન્ડરસનના એક સ્ટોરમાં થયેલા આ ગોળીબારમાં 22 વર્ષીય કેવિન મેન્ડિઓલા જુનિયરનું મોત થયું હતું અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો. (14) ટેક્નોલૉજી આ પછી આ ત્રણેયના જૂથે સતત ફાયરિંગ કર્યું. કાર પલટી જતાં ત્રણેયની ધરપકડ કરવામાં આવી. પ્રોસિક્યુટર્સે કહ્યું કે આ ગોળીબારમાં ડ્રાઈવર લુઈસ પણ સામેલ હતો, તે માત્ર કાર ચલાવી રહ્યો હતો અને અન્ય બે ભાઈઓ કારની બારીમાંથી અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા હતા. સીન મેકડોનેલ અને લેવિસ ટ્રાયલની રાહ જોઈ રહ્યા છે. એર હોસ્ટેસ રોજબરોજ વિદેશ જાય છે, તો એમના પાસપોર્ટ-વીઝા કેવી રીતે થાય છે તૈયાર? આ જૂથ કેવી રીતે પકડાયું? એરિઝોના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી અધિકારીઓએ વાહનનો પીછો કર્યો અને સૈનિકોએ એસોલ્ટ-શૈલીની રાઇફલ્સ ચલાવી, જેમાં ટેક્સાસ લાયસન્સ પ્લેટોવાળી કાર એરિઝોનાના કોલોરાડો નદીના શહેર નજીક ક્રેશ થતાં ગોળીબાર બંધ થયો.
અમેરિકામાં 32 વર્ષના યુવકને 100 વર્ષની સજા ફટકારવામાં આવી
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments