સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં પ્રજાશક્તિ ડેમોક્રિટીક પાર્ટી સક્રિય થઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલાએ ગુજરાત અધ્યક્ષની સાથે પાલનપુર ખાતે પહોંચી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી અને તેમાં બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ તરીકે દોલાભાઈ ખાગડાની જાહેરાત કરી હતી. શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં દારૂબંધી હટાવી દેવી જોઈએ તેવું નિવેદન કર્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીકમાં છે અને તેની પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમની નવીન પ્રજાશક્તિ ડેમોક્રેટિકપાર્ટીને સક્રિય કરવાનું કામ શરૂ કર્યું છે. ત્યારે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ત્રિપાંખીઓ જંગ દેખાય તો નવાઈ નહીં. શંકરસિંહ વાઘેલાએ પાલનપુરની ખાનગી હોટલ ખાતેની ડેમોક્રેટિક પાર્ટીની બેઠક યોજી હતી અને ત્યાં તેમની પાર્ટીના ગુજરાત અધ્યક્ષ રિદ્ધિરાજસિંહની ઉપસ્થિતમાં બનાસકાંઠાના અધ્યક્ષ તરીકે લાખણીના દોલાભાઈ ખાગડાની વરણી કરી હતી. જોકે તે બાદ વિવાદિત નિવેદન કરતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ અને એનું કારણ એ છે કે ગુજરાતનું કોઈ એવું ગામ નહીં હોય જ્યાં કોથળીઓ નહીં મળતી હોય. ત્યારે રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં દારૂબંધી નથી. ગુજરાતના નજીકના રાજ્યોમાં દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે એટલે ગુજરાતમાં દારૂ બંધી જેવું કશું જ નથી. ગુજરાતમાં દરેક ખૂણામાં અસાનીથી દારૂ મળી રહ્યો છે. લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યાં છે. લોકો દારૂ જલ્દીથી છુપાવી ન શકતા તેની જગ્યાએ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટી વાળો દારૂ મળે તે વ્યવસ્થા કરવી જોઈએ. દારૂ માંથી સરકારને જે આવક થાય તે વિધાર્થીઓના શિક્ષણમાં લગાવવી જોઈએ. ગરીબ લોકોના આરોગ્ય પાછળ તેનો ખર્ચ કરવો જોઈએ..