ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. તેથી રેલવેને ભારતની લાઈફલાઈન કહેવામાં આવે છે. ભારતીય રેલવેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે અને તેમના ગંતવ્ય સ્થાને પહોંચે છે. એક સમય એવો હતો જ્યારે આપણે ટ્રેનની ટિકિટ બુક કરાવવા માટે કલાકો સુધી રેલવે સ્ટેશનની ટિકિટ બારીએ ઉભા રહેતા હતા. પરંતુ ડિજિટલાઈઝેશન વધતા આ કામ એકદમ સરળ બની ગયું છે. હવે તમે તમારા મોબાઈલથી જ ગમે ત્યારે કોઈપણ ટ્રેનની ટિકિટ બુક કરાવી શકો છો. ખાનગી એપ દ્વારા થઈ શકે છે બુક – આજે ભારતમાં એવી ઘણી ખાનગી કંપનીઓ છે, જે તેની મોબાઈલ એપ્લિકેશન પર ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરાવવાની સુવિધા પૂરી પાડે છે. કરોડો મુસાફરો આ પ્રાઈવેટ કંપનીઓની એપ પર ટિકિટ બુક કરાવે છે. આ કંપનીઓ દરેક ટિકિટ પર વિવિધ પ્રકારના ચાર્જ વસૂલે છે. વિવિધ ચાર્જના કારણે ટિકિટની કુલ કિંમત ઘણી વધી જાય છે. આજે અમે આપને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા ટિકિટ બુક કરાવીને તમે ઘણા પૈસા બચાવી શકો છો.
સૌથી સસ્તી ટ્રેન ટિકિટ ક્યાં મળશે? – ભારતીય રેલવેની પેટાકંપની IRCTCની વેબસાઈટ અથવા મોબાઈલ એપ દ્વારા સૌથી સસ્તી ઓનલાઈન ટિકિટ બુક કરી શકાય છે. જો તમે IRCTCથી ઓનલાઈન ટિકિટ બુક કરાવશો તો તમારે કન્વીનિયન્સ ફી, એજન્ટ સર્વિસ ચાર્જ અને પેમેન્ટ ગેટવે ચાર્જ ચૂકવવો પડશે નહીં. ટિકિટ પર પૈસા બચશે – જો તમે પ્રાઈવેટ કંપનીઓની એપ્લિકેશનો દ્વારા ટિકિટ બુક કરાવશો, તો તમારે કન્વીનિયન્સ ફી, એજન્ટ સર્વિસ ચાર્જ અને પેમેન્ટ ગેટવે ચાર્જ ચૂકવવો પડશે. નવાઈની વાત એ છે કે આજે પણ ઘણા એવા લોકો છે જેઓ પ્રાઈવેટ કંપનીઓની એપ દ્વારા જ ટિકિટ બુક કરાવે છે. તમને જણાવી દઈએ કે, તમે IRCTC દ્વારા દિલ્હીથી વારાણસીની થર્ડ એસી ટિકિટ પર 100 રૂપિયાથી વધુની સીધી બચત કરી શકો છો. મુસાફરીના અંતર અને અલગ-અલગ કેટેગરી મુજબ આ બચત વધુ કે ઓછી હોઈ શકે છે.