ઊંઝા એપીએમસીની હાઈ વૉલ્ટેજ ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે, ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે આજે પરિણામ જાહેર થયા છે, જેમાં ફરી એકવાર દિનેશ પટેલ જૂથનો દબદબો યથાવત રહ્યો છે. દિનેશ પટેલ જૂથે 175માંથી 140 મત મેળવીને ભવ્ય જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂત વિભાગમાં નોંધાયેલા 261માંથી 258 અને વેપારી વિભાગના 805 મતદારોમાંથી 782 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થતાં કુલ 36 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયા હતા. કુલ 14 બેઠકો માટે સરેરાશ 98 ટકા મતદાન થયું હતું. આજે મતગણતરી બાદ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. મતદાન અને મતગણતરી બાદ ઊંઝા એપીએમસીમાં દિનેશભાઈ જૂથનો ભવ્ય વિજય થયો છે. ખેડૂત પેનલમાં 175માંથી 140 વૉટ મેળવી સમગ્ર પેનલ વિજયી બની છે. ઊંઝા એમપીએમસીમાં ફરી એકવાર દિનેશ પટેલનો દબદબો જોવા મળ્યો છે. દિનેશ પટેલ જૂના વિજયની સાથે સાથે ભાજપના ધારાસભ્ય ધારાસભ્ય કિરીટ પટેલ જૂથના સૂપડા સાફ થઇ ગયા હતા. ઊંઝા એપીએમસી સંકૂલમાં ઊભા કરાયેલા મતદાન કેન્દ્ર ઉપર સોમવારે પોલીસ બંદોબસ્ત હેઠળ સવારે મતદાન શરૂ થતાં ખેડૂત વિભાગના 1 અને અને વેપારી વિભાગમાં બનાવાયેલા 2 મતદાન બૂથો ઉપર મતદાન કરવા લાંબી લાઈનો લાગી હતી. જેમાં ખેડૂત વિભાગમા કુલ મતદાન 261 પૈકી 258 અને વેપારી વિભાગમાં 805 મતદાન પૈકી 782 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.