ઈન્દોર શહેર પ્રશાસનને ભિખારીઓ ની સમસ્યા વિરુદ્ધ કડક પગલાંઓ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. એક જાન્યુઆરી 2025 થી ઇન્દોર શહેરમાં ભીખ આપનાર વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવશે. આ જાહેરાત ઈંદોરના કલેકટરે કરી હતી જેણે આને એક સામાજિક
સુધારાનું મહત્વનું પગલું જણાવ્યું છે. તેમણે ઈન્દોરના શહેરીજનો ને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ ભીખ ના આપે કારણ કે આવું કરવું ન ફક્ત કાયદાનો ઉલ્લંઘન છે પરંતુ આ પાપમાં ભાગીદાર બનવા જેવું છે. કલેક્ટરે જણાવ્યું છે કે હાલમાં જ પ્રશાસને શહેરમાં સક્રિય ભીખ મંગાવવા વાળા ઘણા લોકોને ઉઘાડા પાડ્યા છે. આવા લોકો ગરીબ અને જરૂરિયાત મંદ લોકોનું શોષણ કરે છે અને તેને મજબૂર કરી ભીખ મંગાવે છે. આ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. આવા લોકોનું નેટવર્ક ખૂબ સંગઠિત છે જે બાળકો મહિલાઓ અને વૃદ્ધો પાસે જબરજસ્તી ભીખ મંગાવવાનું કામ કરાવે છે. ઘણા કિસ્સાઓમાં તો આ લોકો પીડિતોને તેમના ઘરેથી ઉઠાવીને તેમને આ ધંધામાં ફસાવી દે છે. કલેક્ટરે આને એક ગંભીર અપરાધ જણાવતા કહ્યું છે કે આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.