અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક
આશરે 458 જેટલી શોર્ટ ફિલ્મો બનાવવામાં આવી જેમાંથી 10 જેટલી શ્રેષ્ઠ ફિલ્મોને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા,અન્ય 50 જેટલી ફિલ્મોને પ્રશંસાપત્ર એનાયત કરાયા
આ વર્ષે અકસ્માતોની સંખ્યામાં 25% જેટલો ઘટાડો થયો : નિયમો તોડનારાને દંડ નહીં સીધા જેલ ભેગા કરો : હર્ષ સંઘવી
અમદાવાદ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ટ્રાફિક અંગેની ‘શોર્ટ ફિલ્મ સ્પર્ધા’ના વિજેતાઓનો સત્કાર સમારોહ આજે અમદાવાદના વાઇડ એન્ગલ સિનેમા,દેવ આર્કેડ મોલની પાસે, એસ.જી.હાઇવે,અમદાવાદ શહેર ખાતે યોજાયો હતો.પોલીસ કમિશ્રર જી.એસ.મલિકની સુચના મુજબ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સંયુકત પોલીસ કમિશ્રર એન. એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ કમિશ્રર ટ્રાફીક (પૂર્વ) સફીન હસનના સીધા સુપરવિઝન નીચે પ્રજાજનોમાં ટ્રાફીક નિયમ અંગે જાગ્રુતિ આવે અને નાગરિકો ટ્રાફિક નિયમોનુ પાલન કરે અને અબાલ-વૃધ્ધ સુધી ટ્રાફીકની જાગૃતિ બહોળા પ્રમાણમાં પ્રચાર- પ્રસાર કરી શકાય તે અનુલક્ષીને ટ્રાફિક ટ્રસ્ટના સહયોગથી ટ્રાફીક અંગેની “શોર્ટ ફિલ્મ સ્પર્ધા”નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ ૭૦૭ રજિસ્ટ્રેશન આવેલ જેમાં ૪૫૮ શોર્ટ ફિલ્મો આવી હતી.આ શોર્ટ ફિલ્મોના સ્ક્રીનિંગ માટે ૫ એક્સપર્ટ લોકોની કમિટી બનાવવામાં આવેલ જેમના દ્વારા તબક્કાવાર રાઉન્ડમાં પસંદ થયેલ ૫૩ ફિલ્મો માંથી શ્રેષ્ઠ ૧૫ ફિલ્મ સિલેક્ટ કરવામાં આવી હતી.આ સમારોહમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી,ગુજરાત રાજ્ય, ગાંધીનગર, પોલીસ કમિશનર,અમદાવાદ શહેર, વરિષ્ઠ અધિકારીઓ સિનિયર પોલીસ ઓફીસર્સ,અમદાવાદ વિસ્તારના ધારાસભ્યો, અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટના હોદ્દેદ્દારો, પ્રેસ અને ઇલેક્ટ્રોનીક મીડીયા ગૃપના સભ્યો તેમજ સ્પર્ધાનું વિશ્લેષણ કરી, સ્પર્ધકો પૈકી શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ બનાવનારને પસંદ કરનાર એક્સપર્ટ ગૃપની હાજરીમાં ઇનામોની ઘોષણા કરવામાં આવી હતી.આ સ્પર્ધામાં અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આશરે 458 જેટલી શોર્ટ ફિલ્મો બનાવવામાં આવી હતી. જેમાંથી 10 જેટલી શ્રેષ્ઠ ફિલ્મોને ગૃહરાજ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. અન્ય 50 જેટલી ફિલ્મોને પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ 10 શોર્ટ ફિલ્મ નિહાળવામાં આવી હતી.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ફિલ્મનિર્માતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, તમામ ફિલ્મોને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી ટ્રાફિક નિયમન બાબતે જાગૃતતા લવાશે.સંઘવીએ પોલીસ દ્વારા કરાતી વિવિધ નોંધપાત્ર કામગીરી વિશે જણાવ્યું હતું. આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યા અને અકસ્માતો ઘટાડવા હજુ વધુ કડકાઈથી ટ્રાફિક નિયમનનું પાલન કરાવાશે.રોડ એન્જિનિયરિંગ એ ટ્રાફિક અને અકસ્માત ઘટાડવા સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલ કામગીરીને લઈને આ વર્ષે અકસ્માતોની સંખ્યામાં 25% જેટલો ઘટાડો થયો છે.ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ટ્રાફિક પોલીસની કામગીરી બિરદાવતા કહ્યું કે, અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક બાબતે કરાયેલ નોંધપાત્ર કામગીરીને કારણે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમણે અમદાવાદ પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગમાં કરાયેલ કામગીરીને પણ બિરદાવી હતી. અને સંઘવીએ એવું પણ કહ્યું કે નિયમો તોડનારાને દંડ નહીં પણ સીધા જેલ ભેગા કરો. હર્ષ સંઘવીએ ટ્રાફિકના કામોમાં સહયોગ બદલ ટ્રાફિક ટ્રસ્ટના પ્રમુખ પંકજ પટેલનો પણ આભાર માન્યો હતો.’શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા’ના વિજેતાઓને માતબર રોકડ ઈનામી રકમ સાથે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. પ્રથમ વિજેતાને રૂ. 2 લાખનું રોકડ ઈનામ, દ્વિતીય વિજેતાને રૂ.1.5 લાખનું રોકડ ઈનામ અને તૃતીય વિજેતાને રૂ.1 લાખનું રોકડ ઈનામ જ્યારે અન્ય સાતને રૂ.10,000 રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.
રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે અમદાવાદ પોલીસની ટીમને અભિનંદન આપતા જણાવ્યું કે, શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ બાબતે પ્રશંસનીય કામગીરી કરાઇ રહી છે, જેના પરિણામે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થયો છે. આજના સમયમાં ટ્રાફિક નિયમનો બાબતે તમામ લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી છે. વિકાસ સહાયે ટ્રાફિક જાગૃતતાના આ પ્રકારના કાર્યક્રમના આયોજનને લઇને પોલીસ કમિશનર જી.એસ.મલિકને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. કમિશનરશ્રીએ આ શોર્ટ ફિલ્મ સ્પર્ધા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે આંકડાકીય માહિતીઓ દર્શાવી અકસ્માતમાં થયેલ ઘટાડા વિશે પણ જણાવ્યું હતું. કમિશનરશ્રીએ લોકો દ્વારા કરાયેલ રજૂઆતોને પણ ધ્યાનમાં લઈને સુધારાઓ કરાયા છે.
આ પ્રસંગે નાયબ ટ્રાફિક પોલીસ કમિશનર સફીન હસને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત અને ટ્રાફિક ઘટાડવા કરાયેલ નોંધપાત્ર કામગીરી વિશે સૌને વાકેફ કર્યા હતા. વધુમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલ ટ્રાફિક જાગૃતતાના કાર્યક્રમો વિશે પણ માહિતી આપી હતી.અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન વધતી જતી ટ્રાફિક સમસ્યા અને વાહન વ્યવહારને ધ્યાને રાખી પ્રજાજનોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે અને નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવા ઉદ્દેશથી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આ એક અનોખી પહેલ કરવામાં આવી હતી.અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું લોન્ચિંગ તા.1 જૂનના રોજ કરાયું હતું. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો માટે તા.30 જૂન સુધીનો સમયગાળો ફિલ્મ સબમિટ કરવા માટે આપ્યો હતો. આ ‘શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા’માં વિવિધ વિષયો પર શોર્ટ ફિલ્મો બનાવાઈ હતી. જેમ કે, હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું, રોંગ સાઇડ વાહન ચલાવવું, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવો, ભયજનક રીતે વાહન ચલાવવું, વધુ સ્પીડે વાહન ચલાવવું જેવા વિવિધ વિષયો પર ફિલ્મો બનાવાઈ હતી. આ શોર્ટ ફિલ્મોના સ્ક્રીનિંગ માટે વિવિધ એક્સપર્ટ લોકોની કમિટી બનાવવામાં આવી હતી જેના દ્વારા તબક્કાવાર રાઉન્ડમાં શ્રેષ્ઠ ફિલ્મોને પસંદગી કરવામાં આવી હતી.આ પ્રસંગે ઝાયડસ ગ્રૂપના ચેરમેન અને ટ્રાફિક ટ્રસ્ટના પ્રમુખ શ્રી પંકજ પટેલ, ધારાસભ્ય હસમુખભાઈ પટેલ, સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઇમ) શરદ સિંઘલ, શહેર ટ્રાફિક પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર એન.એન. ચૌધરી સહિત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ફિલ્મ નિર્માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ શોર્ટ ફિલ્મ સ્પર્ધાના વિષયો
હેલ્મેટ વગર વાહન ચલાવવુ
રોંગ સાઇડ વાહન ચલાવવુ
ટુ વ્હિલ ઉપર ત્રણ સવારી
ભયજનક વાહન ચલાવવુ
ચાલુ વાહને મોબાઇલ ફોન નો ઉપયોગ કરવો
સિલ્ટ બેલ્ટ વગર વાહન ચલાવવુ
વધુ સ્પીડે વાહન ચલાવવુ
ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો
અડચણરૂપ અથવા નો-પાર્કિંગમાં વાહન મુકવુ
લાઈસન્સ વગર વાહન ચલાવવુ