રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને લાભ થયો

Spread the love

‘સુશાસન’નું ઉત્તમ ઉદાહરણ એટલે ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં યોજવામાં આવતો ‘સેવા સેતુ’ કાર્યક્રમ. રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમના અત્યાર સુધી યોજાયેલા કુલ ૧૦ તબક્કામાં અંદાજે ૩.૦૭ કરોડથી વધુ લાભાર્થીઓને લાભ આપવા માં આવ્યો છે.  ૨૩ સેવાઓથી શરૂ થયેલા સેવા સેતુ કાર્યક્રમમાં હાલમાં કુલ ૫૫ જેટલી સેવાઓનો નાગરિકોને લાભ મળી રહ્યો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૬થી ‘સેવા સેતુ કાર્યક્રમ’ શરૂ કરવામાં આવ્યો હતો. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના ઘર આંગણે જ વિવિધ પ્રકારની લોકોપયોગી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં માત્ર ૨૩ સેવાઓથી શરૂ કરેલા આ કાર્યક્રમમાં હાલ ૧૩ જેટલા વિભાગની યોજનાઓનો સમાવેશ કરીને કુલ ૫૫ જેટલી સેવાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોચાડવામાં આવી રહ્યો છે. સેવા સેતુ કાર્યક્રમના કુલ ૧૦ તબક્કામાં ૩,૦૭,૬૩,૯૫૩ અરજીઓ મળી હતી, જે પૈકી ૩,૦૭,૩૦,૬૫૯ અરજીઓ એટલે કે, 99.89 ટકા અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ૩૧ ઓક્ટોબર ૨૦૨૪એ સેવા સેતુ કાર્યક્રમનો ૧૦મો તબક્કો પૂર્ણ થયો છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં તાલુકા દીઠ ૦૩ કાર્યક્રમ અને શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા દીઠ ૦૨-૦૨ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિસેમ્બર ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં યોજાયેલ ૦૯ તબક્કામાં ગ્રામીણ અને શહેરીકક્ષાએ મળેલી ૧૦૦ ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે, જે રાજ્યના સુશાસનમાં યશકલગી સમાન છે.

સેવા સેતુ કાર્યક્રમમાં કુલ ૫૫ સેવાઓનો ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો છે. જેમાં સામાન્ય વહિવટ વિભાગ, નાણા, મહેસૂલ, શ્રમ અને રોજગાર, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો, આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, બંદરો અને વાહન વ્યવહાર, સામાજિક ન્યાય અને અધિકારીતા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ અને ખાણ, પ્રવાસન, મહિલા અને બાળવિકાસ વિભાગ જેવા વિવિધ વિભાગોની કુલ ૫૫ સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવે છે. સેવા સેતુ કાર્યક્રમમાં ઘર આંગણે ૧૮ વર્ષથી ઓછી વયના રહીશો માટે આધાર નોંધણી, આધાર કાર્ડમાં સુધારા (અપડેશન), રાશન કાર્ડમાં ફેરફાર, રાશનકાર્ડ ધારકોની e-KYC, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, પી.એમ.જે.મા (અરજી), મેડીકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો, જન્મ-મરણના દાખલા. ઉપરાંત આધાર કાર્ડ, મોબાઈલ નંબરને બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરાવવો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા, અટલ પેન્શન યોજના, વ્યવસાય વેરા (અરજી), સાતબાર/આઠ-અ’ના પ્રમાણપત્રો આપવામાં આવે છે. આ ઉપરાંત આવકનો દાખલો, નોન ક્રીમીલેયર, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ માટે બસ કન્સેશન પાસ, UDID કાર્ડનું રજીસ્ટ્રેશન, સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિની સેવાઓની અરજી, પ્રોપર્ટી ટેક્ષ, ગુમાસ્તા ધારા, પ્રધાનમંત્રી આવાસ યોજના, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર વ્યવસાય વેરો તેમજ વિધવા સહાય વગેરેની સેવાઓનો નાગરિકોને લાભ આપાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com