“રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર સીધી FIR થશે” : ટ્રાફિક જાગૃતિ અંગે સત્કાર સમારોહમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું

Spread the love

ગુજરાત સહિત દેશભરમાં જે પ્રકારે માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક જાગૃતિ અંગે એક કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઇકાલે અમદાવાદમાં શૉર્ટ ફિલ્મ સ્પર્ધાનાં સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન, તેમણે સ્પર્ધાનાં વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ટ્રાફિક વિભાગને સફળ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ટ્રાફિક પોલીસને ટકોર પણ કરી હતી. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નાગિરકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવા 1 જૂનથી 30 જૂન 2024. દરમિયાન સ્પર્ધાનું આયોજન કર્યુ હતુ.  અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે આજે શૉર્ટ ફિલ્મ સ્પર્ધાનાં વિજેતાઓનો સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી વડોદરામાં પણ ટ્રાફિક અને રૉન્ગ સાઇડ રાઇડની ઘટનાઓથી લોકો ત્રસ્ત બન્યા છે. આ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે સિગ્નલ તોડતા, બેફામ સ્પીડે દોડતા અને રૉન્ગ સાઈડે આવતા વાહનો સામે સીધી એફઆઈઆર થશે. એટલે કે હવે રૉન્ગ સાઇડ પર ગાડી ચલાવવી પણ ભારે પડી શકે છે. ખાસ વાત છે કે, વડોદરા શહેરના અનેક રાજમાર્ગો ઉપર રૉન્ગ સાઈડ, સિગ્નલ તોડવા અને બેફામ ગાડીઓ ચાલી રહી છે. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, શહેરના રેલવે બસ સ્ટેશનથી આવતા વાહનો રૉન્ગ સાઈડ આવીને શાસ્ત્રી બ્રીજ ચડી રહ્યાં છે, શાસ્ત્રી બ્રીજથી ઉતરીને નવાયાર્ડ તરફ રૉન્ગ સાઈડ પર વાહનો જઇ રહ્યાં છે. અનેક રૉન્ગ સાઈડ આવતા વાહન ચાલકો કેમેરામાં કેદ થયા છે. bmw જેવી મોંઘીદાટ ગાડીઓ પણ રૉન્ગ સાઈડ આવીને પુરપાટ ઝડપે દોડતી કેમેરામાં કેદ થઇ છે. વડોદરામાં જો રૉન્ગ સાઈડ આવતા વાહનની એફઆઇઆર કરવી હોય તો રોજની 1000થી વધુ એફઆઇઆર થવાની શક્યતા દેખાઈ રહી છે.

આ કાર્યક્રમમાં DGP, CP સહિતનાં પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં જવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પર્ધાનાં વિજેતાઓને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, 450 લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો, ઉત્તમ દાખલા આપ્યા. આ પ્રકારનાં સફળ કાર્યક્રમ માટે ટ્રાફિક વિભાગને ખાસ અભિનંદન પાઠવું છું. હર્ષ સંઘવીએ કહ્યું કે, કોઈપણ ઘટનામાં સૌથી સરળ સ્ટેપ પોલીસની ટીકા કરવી હોય છે. જો કે, પૉક્સો કેસમાં પોલીસને ઝડપી ચાર્જશીટની સફળતા પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ અમારો સ્ટેપ ટ્રાફિક બાબતે ઝડપી કામગીરીનો રહેશે. આ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસને ટકોર પણ કરી હતી. ટ્રાફિકનાં નિયમો મુદ્દે કડક કાર્યવાહીનાં આદેશ સાથે તેમણે કહ્યું કે, સિગ્નલ તોડતા, રોંગ સાઈડ આવતા લોકોનો ફાઈન ન કરો. નિયમો તોડતા લોકોને ચલણ નહીં સીધા જેલ હવાલે કરો. આવા લોકોને સ્લેટ પકડાવીને ફોટા પડાવો. ગૃહરાજ્યમંત્રીએ અમદાવાદ CP અને DGP ને વધુ કડક થવા આદેશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com