સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સગાવાદ થી પણ દૂર અને ત્રણ ટર્મથી ચૂંટાતા નગરસેવકોના પણ પત્તા ભાજપે કાપી નાખ્યાં છે. મોટાભાગના મેયર તથા હોદ્દેદારો ને ટિકિટ ન આપીને વર્ષોથી ચાલ્યો આવતો વંશવાદ અને ચીલો ચીતરેલો તેને ચંદ્રકાંત પાટીલે ખાચરો પાડીને નવા ને ચાન્સ ,ભાજપનો નથી વંશવાદ, ની ઉકીટ શાર્થક કરીને મતદારોને રિઝવવા નવા એક્શન પ્લાન સાથે પાટીલે પુરી પાર્ટીમાં નવયુવાનો નું ભવિષ્ય લખવા હાલ કોરી સ્લેટ આપી છે જ્યારે રીઝલ્ટ બાદ પાટીલની ગુગલી બોલિંગ કેવું કામ કરે છે અને કોંગ્રેસની કેટલી વિકેટો લે છે તે જોવું રહ્યું ત્યારે ભાજપે જીતેલા ઉમેદવારો ને પાર્ટી પક્ષની સેવામાં જોતરી દીધા છે અને કોંગ્રેસે હારેલા ને સાચવી રાખ્યા છે, સ્થાનિક સ્વરાજ્ય માં જીત મેળવવા નવા નુસખા કારગર નિવડે છે તે સમય બતાવશે પણ હા અગાઉ વિધાનસભાની પેટાચૂંટણીમાં પાટીલ નામથી બલ્લે બલ્લે થઈ ગઈ છે
સી આર પાટીલ ની આ પદ્ધતિથી ભાજપમાં દિશા જરૂર નવો વળાંક લેશે. ટીકીટ ફાળવણીમાં પણ પાર્ટીના સિધ્ધાંતવાદમાં કોઈ બાંધછોડ નહિ નો સ્પષ્ટ સંદેશો પ્રદેશ પ્રમુખે આપ્યો છે એ ખ્યાલ આ વાત પરથી આવે છે કે, અમદાવાદ નગરપાલીકાની ચૂંટણી માટે બોડકદેવ વોર્ડમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સોનલ મોદીએ ટિકિટ માંગી હતી. પરંતુ પાર્ટીએ તેમને પણ ટિકીટ ન આપી નવી વિચારધારામાં નસગાવાદથનો છેડ પાડયો છે. પીએમ મોદીનાં મોટાભાઈ પ્રહલાદ મોદીની પુત્રી સોનલ મોદીની ટિકિટ કપાઈ આ મુદે સી આર પાટીલને પૂછાતા તેમણે કહ્યું કે, નિયમો બધા માટે અને સરખા છે. પાટીએ જાહેરાત કરી છે કે પાર્ટીના નેતા કે આગેવાનોના સગા સંબંધીઓને ટિકિટ આપવામાં આવશે નહીં અને અમે આજ નિયમને અનુસરી સોનલ મોદીને તક આપી નથી. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતના રાજકારણમાં વર્તમાન શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી અગાઉના કોંગ્રેસ ની તુલના માં શાસક તરીકે ભલે ઓછો અનુભવ કરાવતો બીજા કમનું પક્ષ હોય પરંતુ ટૂંકાગાળામાં વિકાસવાદ અને સતત પરિવર્તનશીલ પ્રયાસો થકી રાષ્ટ્ર રાજકારણમાં ખૂબ જ ટૂંકા ગાળામાં વિરાટ રૂપ ધારણ કરવામાં ભાજપ અત્યારે સૌથી મોખરે છે આવતી કાલની જરૂરિયાત અને વિકાસવાદ માટે જરૂરી સુધારાઓ કરવામાં ભારતીય જનતા પાર્ટી કયારેય પાછું વળીને જોતી નથી, રાજકારણમાં હંમેશા મત બેંક અને ચૂંટણીમાં બેઠકોની સલામતીના પરિબળોને ધ્યાને લય રાજકીય પક્ષો અત્યાર સુધી બીપી હડમતા મુદ્દાઓ છોડવાની હિંમત કરવાને રાજકીય મૂર્ખતામાં ખવડાવતા હતા પરંતુ સમયની સાથે બદલાવ પણ જરૂરી છે. આ વાતને સમજી ડર કે આગે જીત હૈ ના સિદ્ધાંત સાથેની નવી. “પાટીલ” પદ્ધતિ ભાજપની દિશા અને દશા બદલી નાખશે