અમદાવાદ
ગુજરાત રાજ્ય ચેસ એસો.ના સચિવ ક્રિષ્ના ગઢિયા એ જણાવ્યું કે ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના પ્રમુખ અને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી દેવ અજય પટેલ સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન જીએમ ડી. ગુકેશનું સ્વાગત કરવા ચેન્નાઈ ગયા હતા. યોગાનુયોગ દેવ પટેલ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના સૌથી યુવા સચિવ પણ છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ સિંગાપોરમાં યોજાઈ હતી.