ગાંધીનગર
ગાંધીનગરની પોક્સો કોર્ટમાં સગીરાના દુષ્કર્મ કેસમાં વધુમાં વધુ ૨૦ વર્ષની સજા કરાવતા સરકારી વકીલ સુનિલ પંડયા દ્વારા વધુ એક કેસમાં કલોલના યુવકને ગાંધીનગર પંથકના એક ગામના ખેડૂતની ૧૯ વર્ષીય સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારી દુષ્કર્મ બાબતે ૨૦ વર્ષની કેદની સજા તેમજ ૧૪ હજાર રૂપિયા નો દંડ કરાયો છે. નોંધનીય છે કે ગાંધીનગર જિલ્લામાં આવેલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં સગીરાઓ ઉપર દુષ્કર્મના બનાવો બનતા રહ્યા છે આ કેસોમાં જિલ્લાના સરકારી વકીલ શ્રી સુનિલ એસ પંડયા આવા અનેક દુષ્કર્મના કેસમાં રેકોર્ડ બ્રેક ગુનેગારોને ૨૦ વર્ષની સજાઓ કોર્ટમાં દલીલો કરીને પીડિતાઓને ન્યાય અપાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાર વર્ષ અગાઉ પિચાપુર મથકની હદ વિસ્તારમાં રહેતા ખેડૂતના પાંચ સંતાનોમાંથી એક દીકરી પોરવણ ૧૧ માં અભ્યાસ કરતી હતી, તારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ ખેડૂતની પત્ની મરણ પ્રસંગે ગઈ હોવાથી સંતાનો ઘેર એકલા હતા, ઉજાગરો હોવાથી ખેડૂત ઘેર આવીને સૂઈ ગયા હતા. આ સમય દરમિયાન તેમની ૧૬ વર્ષીય દીકરી ઘરેથી કચાંક ચાલી ગઈ હતી, આથી ખેડૂત સહિતના પરિવારજનો શોધખોળમાં હતા. આ બનાવ અગાઉ ગામમાં સંબંધીને ત્યાં રહેતા બળદેવજી ગૌવિદજી ઠાકોર કલોલ ના હોય દીકરીને પ્રેમ જાળમાં ફસાવી હોવાની જાણ થઈ હતી જે બાબતે તેઓએ બળદેવજી ને ઠપકો આપ્યો હતો, જેથી બળદેવજીના સગાઓએ ફોઈના ઘેર છત્રાલ મોકલી દીધા હતા, આથી ખેડૂત પરિવારે છત્રાલ જઈ તપાસ કરતા ભળદેવજી પણ હાજર ન મળ્યો હોવાથી બળદેવજી સગીરાને ભગાડી ગયો હોવાની જાણમાં આવતા પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી, જેથી પેથાપુર પોલીસે અપહરણ / પોસ્કો એકટ કેસમાં આરોપી બળદેવજીની ધરપકડ કરી હતી અને કેસના સાથી / પુરાવા સાથે ગાંધીનગરની સ્પેશિયલ પોસ્કો કોર્ટના બીજા એડિશનલ સેશન જજ એક. ડી. મહેતા સાહેબની કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ સુનિલ એસ પંડયા દ્વારા આવા ગંભીર કેસમાં ગુના નો આરોપી એ લગ્ન કરવાની લાલચ આપીને અપરલ કર્યા બાદ દુષ્કર્મ ગુજારીયો હોવાનું સાભિત થતાં ગુનાના આરોપીને સખત સજા કરવાની ધારદાર દલીલો કરી હતી, નામદાર કોર્ટે સુનિલ પંડયાની દલીલો માન્ય રાખી, આરોપી બળદેવજી ઉર્ફે પુનિયો ગોવિદજી ઠાકોરને ૨૦ વર્ષની સખત કેદ તેમજ ૧૪ હજારનો દંડ ફટકાર્યો હતો તેમ જ પીડીતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ૪ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો, ત્યારે વધુ એક કેસમાં માણસા પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચારનાર શખ્સને ૨૦ વર્ષની કેદ ફટકારી હોવાનું સામે આવ્યું છે,