ગાંધીનગર
દેશમાં સૌથી વધારે શોષણ અને શોષાઈ રહ્યું હોય તો તે મધ્યમ વર્ગ કહી શકાય, સૌથી વધારે દેશમાં જતું કરતું હોય તો તે મધ્યમ વર્ગ જ છે, ત્યારે બિલ્ડરોના લાભાર્થે ગરીબો માટે ફક્ત એલઆઇજીના મકાનો બનાવે પણ મધ્યમ વર્ગની તાતી જે જરૂર છે તે ટુ શ્રી બીએચકે મકાનો બનાવવાના બંધ કરીને બિલ્ડરોને તગડા કરી દીધા છે, ત્યારે જીજે ૧૮ મહાનગરપાલિકા બની અને અબજોની વહીવટ કરે છે, ત્યારે સુરત, રાજકોટ, અમદાવાદની મહાનગરપાલિકા પોતે ટુ શ્રી બીએચકે મકાનો બનાવી રહી છે, ત્યારે અહીંયા હજુ ઠેકાણા નથી, ગુડા દ્વારા ૨, ૩ બીએચકે મકાનો બનાવ્યા બાદ પ્રતિસાદ જોરદાર રહેતા બિલ્ડરના પીપૂડા વાગતા બંધ થઈ જતા, આખરે ઉચ્ચ કક્ષાએ સમજાવીને ટુ શ્રી બીએચકે મકાનો જે મધ્યમ વર્ગ માટે બનાવતા હતા તેને બંધ કરવામાં આવ્યા છે, આજે એલઆઈજી મકાન ફક્ત પતિ-પત્ની અને બાળક રહેતું હોય તો રહી શકાય, પરિવાર મોટું થાય તો શું કરવું? દસ વર્ષ થવા છતાં નિત નવા કાયદા લાવીને અનેક રહીશોની પુનગીયાઓ બજાવે છે, ત્યારે દસ વર્ષ થયા બાદ ટ્રાન્સફર કરી દેવા જોઈએ, કયાં સુધી આવું ચાલશે? ત્યારે 1 મહાનગરપાલિકા દ્વારા પણ નવા મકાનો બનાવવા કવાયત તેજ કરવાની જરૂર છે, અને તે LIG નહીં પણ ટુ શ્રી બીએચકે બનાવો, તો કામ થાય, બાકી મધ્યમ વર્ગ હાલ બિલ્ડરો પાસેથી મકાનો ખરીદીને લૂંટાઈ રહ્યો છે, ત્યારે લોકોની માંગ હાલ ટુ થ્રી બીએચકે હોવા છતાં નહીં બનાવતા મધ્યમ વર્ગમાં પણ આ ચર્ચા જોર પકડડ્યું છે,