અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ
તંત્ર દ્વારા ઢોલ વગાડીને પ્રજા પાસેથી ટેક્ષ વસુલાત, ઢોલ વગાડીને નગરજનોની પ્રાથમિક સુવિધાની સમસ્યાઓની પણ પુચ્છા કરી તેમની સમસ્યાનો નિકાલ લાવવા મ્યુ.કમિ તથા મેયરને પત્ર લખી કોંગ્રેસે માંગણી કરી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુ.કોર્પોમાં કોઈપણ કામગીરી હોય તે માટે હમેંશા બેધારી નીતી રહી છે પ્રજા માટે અલગ અને તંત્ર માટે અલગ.હાલ ટેક્ષ વસુલાત કરવા બાબતે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે તેના અનુસંધાને નગરજનને ટેક્ષ વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવી હતી. સામાન્ય લોકોના ટેક્ષ બાકી હોય તો તેમની મિલકતની હરાજી કરવામાં આવે છે. હવે તંત્ર દ્વારા નગરજનોના ધરે ધરે જઈને ઢોલ વગાડી વગાડીને ટેક્ષ વસુલાત કરે છે. અદાણી ગેસ લી. નો રૂા. ૧૭.૫૧ કરોડ રિલાયન્સ લી. નો ૨.૦૩ કરોડ અને ટાટા ટેલી સર્વિસીસનો ૮૮.૩૫ લાખ મળી પ્રોર્પટી ટેક્ષના ૨૦.૪૩ કરોડથી વધુની રકમ બાકી છે તેમની ઓફિસના સ્થળે ઢોલ કેમ વગાડવામાં આવતા નથી ? તેઓને કેમ નજરઅંદાજ કરવામાં આવે છે ? અને સામાન્ય નગરજનો પર સત્તાના નગરજનોના ધરે ધરે જઈને ઢોલ વગાડીને ટેક્ષની વસુલાત કરવામાં આવી રહી છે તેવી જ રીતે નગરજનોની પ્રાથમિક સુવિધા નળ ગટર અને રોડની સમસ્યા બાબતે નગરજનોના ધરે ધરે જઈને ઢોલ વગાડી વગાડીને પુચ્છા કરવી જોઈએ.
અમદાવાદ મ્યુનિ.કોર્પોના ભાજપના સત્તાધીશો એક તરફ વિકાસની પીપુડી ગાજી ગાજીને વગાડે છે બીજી તરફ અમદાવાદના નગરજનો દ્વારા ચાર માસમાં પ્રાથમિક સુવિધાની સમસ્યાઓ બાબતે લાખોની સંખ્યામાં અરજીઓ કરવામાં આવેલ છે. તેનો સમયસર નિકાલ થતો નથી અમદાવાદ મ્યુનિ.કોર્પોનું અંદાજે ૧૨૦૦૦ કરોડથી પણ વધુનું બજેટ હોવા છતાં પ્રજાને પ્રાથમિક સુવિધાઓ સારી રીતે પુરી પાડવા બાબતે વહીવટી તંત્ર તથા સત્તાધારી ભાજપ નિષ્ફળ ગયેલ છે જેને કારણે તેનો સીધો ભોગ પ્રજાને બનવું પડે છે.નગરજનોના ધરે ધરે જઈને ઢોલ વગાડીને ટેક્ષની વસુલાત કરવામાં આવી રહી છે તેવી જ રીતે નગરજનોની પ્રાથમિક સુવિધાની સમસ્યા બાબતે નગરજનોના ધરે ધરે જઈને ઢોલ વગાડી વગાડીને પુચ્છા કરી તેઓની સમસ્યાનો સમયસર નિકાલ લાવવા તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગણી છે.