અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ખેડા, નડિયાદ અને વડોદરા સહીત ૬૭ સ્થળોએ સર્ચની કામગીરી
અમદાવાદ
ગુજરાત સ્ટેટ જી.એસ.ટી વિભાગે B2C સેક્ટરમાં થતી કરચોરીને અટકાવવાના ભાગરૂપે માલ અને સેવાઓના પુરવઠાને લગતા વ્યવહારોને છુપાવતા કરદાતાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરેલ છે. આ દિશામાં સતત લેવાતા પગલાના ભાગરૂપે વિભાગને ૧૮મી ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ પાર્ટી પ્લોટ ભાડે આપનાર તેમજ મંડપ, શણગાર અને કેટરીંગ સેવાઓ પૂરી પાડવા સાથે સંકળાયેલા પર જેટલા કરદાતાઓને આવરી લેતા ૬૭ સ્થળોએ સર્ચની કામગીરી હાથ ધરેલ હતી.
ગુજરાતના અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ખેડા, નડિયાદ અને વડોદરા વગેરે શહેરોમાં હાથ ધરવામાં આવેલા આ રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશનમાં નોંધપાત્ર ગેરરીતીઓ બહાર આવી છે. પ્રારંભિક મૂલ્યાંકન મુજબ અંદાજે રૂ. ૨૪.૮૯ કરોડના બિનહિસાબી વ્યવહારો સાથે આશરે રૂ.૫.૪૨ કરોડની કરચોરી ઉજાગર થયેલ છે.