અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેરોનો આજે કાળી પટ્ટી દર્શાવી પડતર મુદ્દાઓને લઈને વિરોધ

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેરોનો કાળી પટ્ટી દર્શાવી પડતર મુદ્દાઓને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તેમજ સાથે સાથે 100 ટકા વફાદારીથી કામગીરી કરવામાં પણ ધ્યાન આપવામાં આવેલ છે.

અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર વિભાગની બાંધકામ, વિદ્યુત તેમજ યાંત્રિક શાખાઓમાં કાર્યરત ઇજનેરોના પડતર પ્રશ્નોનું નિવારણ થયેલું ન હોવાના કારણે વારંવાર પત્રો પાઠવવામાં આવેલ પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાએ ઔદ્યોગિક તકરાર અધિનિયમ ૧૯૪૭ (અધિનિયમ ક્રમાંક ૧૪ વર્ષ ૧૯૪૭) ની કલમ ૩ અને અને ઔદ્યોગિક સંબંધ સંહિતા-૨૦૨૦ અધિનિયમ ક્રમાંક ૩૫ વર્ષ ૨૦૨૦ની કલમ ૩ અનુસારની “કાર્ય સમિતિ”ની રચના કરેલી ન હોઈ ઔદ્યોગિક સંબંધ સંહિતા-૨૦૨૦ અધિનિયમ ક્રમાંક ૩૫ વર્ષ ૨૦૨૦ ની કલમ કલમ ૬૨,૬૩ અને ૬૪ તથા ઔદ્યોગિક તકરાર અધિનિયમ ૧૯૪૭ અધિનિયમ ક્રમાંક ૧૪ વર્ષ ૧૯૪૭ની કલમ ૨૨,૨૩ અન્વયે તાળાબંધી અને હડતાળ અંગેની પૂર્વજાણ પત્ર દ્વારા કરવામાં આવી છે.(NOTICE FOR STRIKE AND LOCKDOWN) દિનાંક ૨૨.૧૧.૨૦૨૪ના દિને આપવામાં આવેલી હતી જેમાં ૧. દિનાંક ૨૩.૧૨.૨૦૨૪ ના દિન થી આગામી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી પ્રતિદિન બાવડા પર કાળી પટ્ટી બાંધીને દૈનિક કામગીરી કરવાની રહેશે અને છબી WhatsApp જેવા સામાજિક મધ્યમોના સ્ટેટસમાં મુકવી.

२. દિનાંક ૦૧.૦૧.૨૦૨૫ થી દિનાંક ૦૪.૦૧.૨૦૨૫ સુધી પ્રતિદિન એક કલાક જેટલો સમય વધારે કામગીરી કરવાની રહેશે. અર્થાત પ્રતિદિન ૧૨:૦૦ કલાકથી ૧૫:૦૦ કલાક સુધી વિશ્રાંતિ અને ૧૮:૧૦ કલાકે કાર્યસ્થળ છોડવાનું રહેશે.

3. દિનાંક ૦૬.૦૧.૨૦૨૫ થી દિનાંક ૧૦.૦૧.૨૦૨૫ સુધી કલમ-બંધી અને સંગણક-બંધીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં ઉપસ્થિતિ નોંધવા સિવાય કલમ તથા સંગણક (Computer) કે અન્ય વીજાણું ઉપકરણો બંધ રાખવાના રહેશે.

૪. દિનાંક ૧૬.૦૧.૨૦૨૫ ના દિને ૧૬:૦૦ કલાકે અમદાવાદ મહાનગરપાલિકાના મુખ્યાલય “સરદાર પટેલ ભવન ખાતે સૌ એકત્રીત થઇ પરિસરમાં આવેલી માન. સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલી અર્પણ કરીને પરિસરમાં આવેલી માન.રમણલાલ નીલકંઠની પ્રતિમાની સફાઇ કરી પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે.

૫. દિનાંક ૧૬.૦૧.૨૦૨૫ ના દિને કંડિકા ૪ માં દર્શાવેલો કાર્યક્રમ પુર્ણ કરી આગળના કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ એન્જિનિયર્સ એસોસિયેશનની રજૂઆતો

૧.છેલ્લા ૪૪ વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકાના નિયમો, વિનિયમો, સ્થાયિ આદેશો, કાર્યાલય આદેશો, પેટા કાયદાઓનું મેન્યુઅલ અદ્યતન કરવમાં આવેલું નથી જેને અદ્યતન કરી નાગરીકો, અધિકારીઓ તથા કર્મચારીઓને વેચાણ થી ઉપલભ્ય કરાવવું.

२. નાગરીકો દ્વારા CCRS થી કે અન્ય માધ્યમથી કરવામાં આવતી ફરિયાદોના નિકાલ માટે યોગ્ય અને કાયમી સુવિધા ઉભી કરવી.

3. અમદાવાદ મહાનગરપાલિકાના સઘળા ઇજનેરો માટે પ્રશિક્ષણ વિદ્યાલય બનાવવું.,

૪. અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેરો કે અધિકારીઓ સામે ચાલતી પ્રથમિક તપાસ અને ખાતાકીય તપાસની કાર્યવાહી નિયત સમયમાં પુરી કરવી.

૫.અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેરોને કામની વહેંચણી મ્યુનિસિપલ કમિશ્નરશ્રીના મધ્યસ્થ કાર્યાલયના પરિપત્ર અનુસાર કરવી.

૬. અમદાવાદ મહાનગરપાલિકાના સામાન્ય બજેટની જોગવાઇ અનુસાર પ્રત્યેક ઇજનેરને વિમા કવચ પુરુ પાડવું.

७. અમદાવાદ મહાનગરપાલિકાના કામ માટે જ્યારે ઓફીસની બહાર નોકરી પર જવાનું થાય તેવા સંજોગોમાં હાજરી ભરવા માટેની વ્યવસ્થા કરવી.

८. બિન તાંત્રિક, બિન પ્રાવિધિક કામોમાં ઇજનેરોનો ઉપયોગ થતો હોઇ નિયમ અનુસાર ઇજનેર વિભાગને આકસ્મિક સેવાની સૂચીમાંથી કાઢી નાંખવું.

८. અમદાવાદ મહાનગરપાલિકાના વહીવટી વિભાગના અધિકારીઓને જે પ્રમાણે જે પ્રમાણે ઉચ્ચતર પગારધોરણ આપવામાં આવે છે તે પ્રમાણે ઇજનેરી વિભાગના અધિકારીઓને પણ ઉચ્ચતર પગારધોરણનો લાભ આપવો.

૧૦. અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેરી વિભાગના અધિકારીઓની શ્રીયાનસૂચી છેલ્લા દસ વર્ષથી અદ્યતન કરેલી નથી જેને અદ્યતન કરી પ્રકાશિત કરવી.

૧૧.ભારત સરકારશ્રીએ કરેલા નિયમો અનુસાર ઘરભાડા ભથ્થુ ચૂકવવું.

૧૨. ભારત સરકારશ્રીએ સાર્વજનિક/પ્રકટ/પ્રકાશિત કરેલી માર્ગરદર્શિકા અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેરી વિભાગોમાં કાર્યરત મહિલા કર્મચારીઓ માટેની સુવિધાઓ ઉભી કરવી.

૧૩. અમદાવાદ મહાનગરપાલિકાની દૈનિક કામગીરી માટે ઉપયોગી ચોવીસ વિષયોને પ્રશિક્ષણમાં સમાવવા.

૧૪. અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેરી વિભાગોમાં અધિકારી તથા કર્મચારીઓની નિમણૂંકમાં સીધી ભરતી અને બઢતીનો ગુણોત્તર ગુજરાત સરકારશ્રીની વર્ષ ૧૯૭૧ની અધિસૂચના અનુસાર કરવો.

૧૫. ભારત સરકારશ્રીના ઔદ્યોગિક તકરાર અધિનિયમ અનુસાર “કાર્ય સમિતિની રચના કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com