“ મધ્યસ્થ જેલ વડોદરા” ખાતે પાસા અટકાયતીને જરુરી જાપ્તા સાથે મોકલાયો
અમદાવાદ
મે.પો.કમિશ્નર અમદાવાદ તથા અધિક પોલીસ કમિશ્નર “સેકટર-૧” તથા નાયબ પોલીસ કમિશ્નર “ઝોન-૭” તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એમ ડીવીઝન”ની સુચના તથા માર્ગદર્શન હેઠળ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા અસરકારક પગલા લેવા કરેલ હુકમ અન્વયે પોલીસ ઈન્સ્પેકટર આર.એમ.ચૌહાણ વેજલપુર પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસોએ અત્રેના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા મિલ્કત સબંધી ગુન્હાઓમા સંડોવાયેલ આરોપી મોહમદઆમીન ઝાકીરહુસેન શેખ ઉવ.૩૮ રહે.મનં ૦૭ જુવેરીયાપાર્ક સોસાયટી અલ્ફા ડુપ્લેક્ષ પાસે જુહાપુરા વેજલપુર અમદાવાદના વિરુધ્ધમાં પુરાવા એકત્ર કરી પોલીસ કમિશ્નર અમદાવાદ સમક્ષ પાસા દરખાસ્ત કરતા પાસા હુકમ કરતા મજકુર પાસા અટકાયતીને તા.૨૨/૧૨/૨૦૨૪ ના કલાક. ૨૧/૩૦ વાગે પાસા હુકમની બજવણી કરી “ મધ્યસ્થ જેલ વડોદરા” ખાતે પાસા અટકાયતીને જરુરી જાપ્તા સાથે મોકલી આપવા તજવીજ કરવામા આવેલ છે.