પકડાયેલ આરોપી અનિરૂધ્ધસિંહ, સંદીપિસંગ
તા. ૨૩/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી ડ્રાઇવ : પોલીસ ઇન્સપેક્ટર, એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ ASI અજયસિંહ ચુડાસમા તથા PC મહેન્દ્રસિંહ સોલંકીને બાતમી મળી
અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલિયા તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તેમજ ઉપરી અધિશ્રી તરફથી આગામી ૩૧મી ડીસેમ્બર અન્વયે દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ડામવા તા. ૨૩/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી ડ્રાઇવ નું આયોજન કરેલ હોય, જે ડ્રાઇવ દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટર, એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ ASI અજયસિંહ ચુડાસમા તથા PC મહેન્દ્રસિંહ સોલંકીને મળેલ સંયુક્ત બાતમી આધારે કેરાલા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારના મોજે બાવળા-બગોદરા રોડ, ઉપર કોચરીયાગામની સીમ સરકારી નર્સરી તથા રવેચી હોટલની વચ્ચે હાઇવે રોડ ઉપર આડાશ કરી આરોપીના કબજા ભોગવટા વાળી ટાટા કંપનીના ટ્રક- ટ્રેલર નં. GJ-12-BZ-2568 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ/ટીન નંગ-૧૩૫૪૫ કુલ કિ.રૂ.૪૮,૪૬,૪૧૩/- તથા અન્ય મુદ્દમાલ મળી કુલ કિ.રૂ.૬૩,૮૫,૯૧૩/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બીએ ઝડપી પાડયા છે.
પકડાયેલ આરોપી
અનિરૂધ્ધસિંહ સ/ઓ ખુમાનસિંહ નારૂભા રાઓલ રહે, લીંમડી પીપળા પા, આઝાદ ચોક, પોળ નં.૪ તા.લીંમડી જી.- સુરેન્દ્રનગર
સંદિપીસંગ સ/ઓ જોગીદંરસીંગ કાપસે (શીખ) રહે, હાલ- લીલાસા સોસાયટી, રેલ્વેસ્ટેશન પાછળ, આદીપુર કચ્છ-ભુજ મુળ રહે, મકાન નં-૧૨ ગુરૂકૃપાનગર સરદારજીની ચાલી, ગુરૂદ્રારાની બાજુમાં, આઇડીયા-ભાર્ગવ રોડ, મેઘાણીનગર અમદાવાદ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
એલ.સી.બી પોલીસ ઇન્સપેકટરશ્રી, આર.એન. કરમટીયા, PSIશ્રી જે.એમ.પટેલ, ASI અજયસિંહ ચુડાસમા, ASI ધરમશીભાઇ દેસાઈ, ASI નરેન્દ્રસિંહ વાળા, HC નરેન્દ્રસિંહ ચાવડા, HC દિવાનસિંહ સોલંકી, PC મહેન્દ્રસિંહ સોલંકી, PC અજીતસિંહ પઢેરીયા, PC પ્રદિપસિંહ રાઠોડ, વિગેરે નાઓ જોડાયેલ હતા.