અમદાવાદ  ઝોન-૧ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પાસા એકટ અંતર્ગત પકડાયેલ રીઢા ગુનેગારોની મીટીંગનુ આયોજન કરાયું

Spread the love

PASA એક્ટ હેઠળ અટકાયત કરાયેલા વ્યક્તિઓને અંકુશમા રાખી ગુનાખોરીને નાબુદ કરવાનો અને નવા કાયદા વિશે જાણકારી આપી નવા કાયદાની ગંભીરતા સમજાવવાનો મુખ્ય હેતુ

અમદાવાદ

જી.એસ.મલીક પોલીસ કમિશ્નર અમદાવાદના હુકમથી તથા  નીરજકુમાર બડગુજર અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ની સુચના અને માર્ગદર્શન મુજબ બલરામ મીણા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ની અધ્યક્ષત્તામાં પો.કમિ. “એ” ડીવીઝન તથા મ.પો.કમિ. “બી” ડીવીઝન તથા ઝોન-૧ વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરની હાજરીમાં આજે ઝોન-૦૧ વિસ્તારમાં આવેલ તમામ પોલીસ સ્ટેશનોમાં પાસા એકટ અંતર્ગત અટકાયત કરવામાં આવેલ અને સજા પુર્ણ કરેલ હોય તેવા ગુનાઓ કરવાની ટેવવાળા ઇસમોની મીટીંગ લેવામાં આવેલ જેમાં ૮૦ થી વધુ ઇસમો હાજર રહ્યા હતા. જેઓને ના.પો.કમિ.શ્રી ઝોન-૧ દ્વારા ભુતકાળમાં કરેલ ગુનાઓનુ પુનરાવર્તન ન કરે તે બાબતે કડક સુચનાઓ આપવામાં આવેલ તથા નવા કાયદાઓથી અવગત કરવામાં આવેલ. તથા પોતાના વિસ્તારમા ગેર કાયદેસર પ્રવ્રુત્તિ સાથે સંકળાયેલ અન્ય ઈસમો ને પણ આ બાબતનો ક્લિયર સંદેશો મળી રહે તેવી સુચનાઓ આપવામાં આવી. મીટીંગનો મુખ્ય હેતુ PASA (પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ) એક્ટ હેઠળ અટકાયત કરાયેલા વ્યક્તિઓને અંકુશમા રાખી ગુનાખોરીને નાબુદ કરવાનો અને નવા કાયદા વિશે જાણકારી આપી નવા કાયદાની ગંભીરતા સમજાવવાનો હતો.

બેઠક દરમિયાન નીચેના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન

૧. પાસા અટકાયત ભોગવેલ ઇસમો, ભુતકાળમાં કરેલ ગુનાઓનુ પુનરાવર્તન ન કરે તે બાબતે કડક સુચનાઓ આપવામાં આવી.

૨. પાસાની સજા ભોગવેલ ઇસમોને ગે.કા. પ્રવૃતિઓ સાથે સંકાળાયેલ રહેશે તો કાયદેસર કાર્યવાહી થી ગંભીર નુકશાન થશે અને ગે.કા. પ્રવૃતિ નહી કરે તો તેના શુ ફાયદા છે. તે વિશે ઉંડાણપુર્વક ચર્ચા કરી કડક્ સુચનાઓ કરવામાં આવેલ.

૩. નવા કાયદાના અમલીકરણ બાદ કાયદાની કડક્ જોગવાઇઓ બાબતે સમજ આપવામા આવી કે, તેમના ગુનાહીત ઇતીહાસ નો રેકોર્ડ જોતા ગુનાહિત પ્રવ્રુત્તી ચાલુ રાખવામા આવશે તો કડકમાં કડક કાર્યવાહી તથા ગંભીર પરીણામો ભોગવવા પડશે તે બાબતે કાયદાની ભાશામા સમજ આપવામા આવી.

૪. ઝોન ૧ વિસ્તારના તમામ પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફ ને મીટીંગ મા ઉપસ્થીત રાખી સદરહુ ઇસમો ભવિષ્યમાં ગુનાખોરી તરફ ન વળે તે માટે નિયમિત મોનિટરિંગની વ્યવસ્થા કરી ગુનાખોરીને ડામવા કડક કાર્યવાહી કરવા સુચનો કરવામા આવ્યા.

મીંટીંગમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો કોઈપણ પાસા અટકાયતી ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાશે તો ગંભીર પરીણામો ભોગવવા પડશે તથા તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com