નિયમિત સાયકલ ચલાવવાથી શરીર સ્વસ્થ રહે છે : સાયકલ સૌથી સસ્તુ વાહન છે. તેનાથી શારીરીક ઉપરાંત આર્થિક અને પર્યાવરણ ને પણ ફાયદો થાય છે : દિલીપ સંઘાણી
સાયકલિંગ રાઈડ સ્વામી વિવેકાનંદના જન્મતિથિ ૧૨ જાન્યુઆરીના દિવસે શરુ કરી 10 દિવસ દરમ્યાન ગુજરાતના 1400 કિમી ના દરિયાઈ વિસ્તાર નજીક વિવિધ શહેરોમાં ડ્રગ્સ જાગૃતતા માટેનો સંદેશો આપશે અને ૨૨ જાન્યુઆરીના દિવસે પૂર્ણાહુતિ કરશે
ગાંધીનગર
ઈનવીનસિબલ અને ગ્લોબલ ગુજરાત એડવેન્ચર સંસ્થા દ્વારા સમયાંતરે લોક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. જેના ભાગ રૂપે નશામુક્ત અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે સાયકલ યાત્રા યોજાઈ હતી.આજે સવારે સાયકલ યાત્રામાં જોડાતા પહેલા દિલીપ સંઘાણી ગત રાત્રે સુરતનો પ્રવાસ પૂર્ણ કરી રાત્રે 1.30 વાગ્યે ગાંધીનગર પહોંચેલ. નિયમિત પ્રવૃત્તિના ભાગરૂપે તેઓ વહેલી સવારે આ કાર્યક્રમમાં જોડાઈ સૌ યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડેલ.ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી શરૂ થયેલી સાયકલ યાત્રા મહાત્મા મંદિર સુધી પહોંચી, બાદમાં દિલીપભાઈ સાંઘાણીના નિવાસ સ્થાને પરત થયેલ. અલ્પાહાર સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
આ તકે દિલીપ સંઘાણી એ જણાવ્યું હતું કે, નિયમિત સાયકલિંગ સ્નાયુઓને મજબૂત બનાવે છે, સાયકલિંગ સંપૂર્ણ શારીરિક વર્કઆઉટ પ્રદાન કરે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. પોતાના વ્યસ્ત પ્રવાસ વચ્ચે તેઓ દિલ્હી, ગાંધીનગર તેમજ અમરેલી ના પોતાના રોકાણ દરમ્યાન નિયમિત રૂપે સાયકલ ચલાવે છે.ભારત આજે વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે પરંતુ દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સ નું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહી છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સ નાં દુષણનો પગપેસારો થઈ રહ્યો છે માટે આ યુવાપેઢી ને ડ્રગ્સ નાં પ્રભાવથી દૂર રાખવા માટે ઇન્વિન્સીબલ એન.જી.ઓ. અને ગ્લોબલ ગુજરાત એડવેન્ચર દ્વારા આયોજિત NO DRUGS CAMPAIGN અંતર્ગત યુવાઓ સાથે ઈફકોના ચેરમેનશ્રી દિલીપ સંઘાણીએ ગાંધીનગર ખાતે સાયકલ રાઈડ કરી હતી.
ઇન્વિન્સિબલ એનજીઓનીં ટીમ આગામી 12 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી ગુજરાતના દરિયાકિનારે 1400 કિમી ગુજરાત સાયકલિંગ કોસ્ટલ એક્સપિડિશન કરવા જઈ રહી છે માટે ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ યુવાઓને પ્રોત્સાહન આપતા ડ્રગ્સ ના દુષણનો નાશ કરવા હાંકલ કરી હતી. આ સાયકલિંગ રાઈડ સ્વામી વિવેકાનંદ ના જન્મતિથિ ૧૨ જાન્યુઆરીના દિવસે શરુ કરી 10 દિવસ દરમ્યાન ગુજરાતના 1400 કિમી ના દરિયાઈ વિસ્તાર નજીક વિવિધ શહેરોમાં ડ્રગ્સ જાગૃતતા માટેનો સંદેશો આપશે અને ૨૨ જાન્યુઆરીના દિવસે પૂર્ણાહુતિ કરશે.
સામાજિક કાર્યકરો સાથે વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કે દિલીપભાઈ સંઘાણી ગત રાત્રે સૂરતના પ્રવાસથી રાત્રિના 2 વાગ્યે પરત ફરેલા છતાં વહેલી સવારે ગાંધીનગરમાં સાયકલ રાઇડમાં જોડાયા હતા અને મેટ્રો સ્ટેશન ૧ થી મહાત્મા મંદિર સુધી સાયકલિંગ રાઈડ કરી હતી. અને વાતચીત દરમ્યાન દિલીપભાઈ જણાવે છે કે તેઓ નિયમિત રૂપથી સાયકલિંગ કરે છે તેઓ તે દિલ્હી અમરેલી ગાંધીનગર પ્રવાસ દરમ્યાન પણ અચૂક પણે સાયકલિંગ કરે છે તેઓ જણાવે છે કે સાયકલિંગથી હૃદયની બીમારીઓ દૂર રહે છે અને સ્નાયુઓ ની લવચીકતામાં વધારો થાય છે તેથી તેઓ હંમેશા સાયકલિંગને પ્રોત્સાહન આપે છે.
Invincible ના ગૌરાંગભાઈ પુરોહિત, નમ્રભાઈ ભાવસાર, ગ્લોબલ ગુજરાત અડવેન્ટચના વિક્રમભાઈ મસર, ગીરીશભાઈ લિંબડીયા, નિમેશભાઈ આચાર્ય વિગેરે ઉપસ્થિત રહયા હતા.