ગુજરાત સરકારના કર્મચારીઓ સરકારના આદેશની ગાંઠતા નથી તેનો કિસ્સો સામે આવ્યો છે વર્ગ ત્રણ ના કર્મચારીઓને સ્થાવર જંગમ મિલકત જાહેર કરવા માટે ત્રણ ત્રણ વખત મહેતલ આપ્યા પછી પણ તેમાં સુધારો થતો નથી.આખરે રાજય સરકારે વિભાગના વડાને ૩૧ ડિસેમ્બર સુધીમા તેમના તાબાની કેડર પત્રક નહી ભરે તો તેમની સામે ખાતાકીય તપાસ કરવાના આદેશ આપ્યા છે. ગુજરાત રાય સેવા વર્તણૂંક નિયમો-૧૯૭૧ના નિયમ-૧૯ હેઠળ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને દરવર્ષે પોતાની સ્થાવર-જંગમ મિલકતો કેલન્ડર વર્ષ પૂર્ણ થયા પછી અર્થાત જાન્યુઆરી મહિનામાં સરકારી પોર્ટલ પર જાહેર કરવી ફરજીયાત છે. પરંતુ, વર્ગ ૩ના કર્મચારી- અધિકારીઓને છેક માર્ચ મહિનાથી સામાન્ય વહિવટ વિભાગએ મિલકતોના પત્રકો રજૂ કરવાનો આદશ કર્યા હોવા છતાંયે કોઈ ગાંઠતુ નથી. જેના કારણે સામાન્ય વહીવટી વિભાગને સતત ચોથી વખત પરિપત્ર કરીને મુદ્દત વધારો કરવાની ફરજ પડીછે. સરકારે ફરીથી આદેશ કરીને મિલકતો જાહેર કરવા માટે ૩૧મી ડિસેમ્બર ૨૦૨૪ સુધી મહેતલ આપી છે.
સામાન્ય વહીવટ વિભાગ ના ઉપસચિવ પંકજ સખરેલિયાની સહીથી પ્રસિધ્ધ પરિપત્ર મુજબ, રાજય સરકારના વર્ગ ૩ના કર્મચારીઓ તથા નાણા વિભાગની ફિક્સ વેતનની નીતિ હેઠળ નિયુક્ત પામેલા તમામ કર્મચારીઓને વાર્ષિક મિલકત પત્રક ભરવું ફરજીયાત છે. તે માટે કર્મયોગી સોટવેરમાં ઓનલાઈન કાર્યરત છે. યાં દરેક કર્મચારીને એચઆરપીએન નંબર જનરેટ કરી, રજિસ્ટ્રેશન કરી અને વર્ષ ૨૦૨૩ના કેલેન્ડર વર્ષના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના મિલકત પત્રકો ભરવા અંગેની તમામ કામગીરી ૩૧ મી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં સંપૂર્ણ કરવામાં આવે. જો સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થઈ નહી તો જે કોઈ કેડરમાં મિલકત પત્રક ભરવાની કામગીરી બાકી રહેશે તો તે કેડર, વિભાગ, કચેરીના વડા કે સંવર્ગ સંચાલકની જ જવાબદારી નક્કી કરીને ખાતાકીય રાહે કાર્યવાહી કરાશે. અહીં નોધવુ જરી છે કે રાય સેવા વર્તણૂંક નિયમો- ૧૯૭૨ના નિયમ-૧૯ હેઠળ ચાલુ વર્ષથી ગેઝેટેડ ઓફિસરોની જેમ વર્ગ-૩ના કર્મચારી- અધિકારીઓની વાર્ષિક ધોરણે મિલક્ત પત્રકની જોગવાઈના અમલ માટે ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ નોટિફિકેશન પ્રસિધ્ધ કર્યુ હતુ. ત્યારબાદ સૌથી પહેલા ૧૫મી મે સુધીનો સમય અપાયો હતો. જેનો અમલ થયો નહી એટલે છેલ્લે ઠે ૨૦મી નવેમ્બર સુધીનો સમય અપાયો હતો. હવે ૩૧ ડિસેમ્બર ની આખરી મુદત આપી છે.