અમદાવાદ
તા. ૨૭-૧૨-૨૦૨૪ ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્રારા પૂર્વઝોનમાં આવેલ વોર્ડ નં. ૦૪૩૯, છોટાલાલ ની ચાલી અમરાઇવાડી વોર્ડમાં આવેલ જેનો મ્યુનિસિપલ ટેનામેન્ટ નં. ૦૪૩૯-૦૧-૧૨૮૧-૦૦૦૧-ટી વાળી મિલકત જે એફ. એફ. /૭,૮ હરેકૃષ્ણ કોમ્પ્લેક્ષ, સી.ટી.એમ પાસે ને.હા.રોડ બાગેફિરદોશ, અમરાઈવાડી અમદાવાદ જેનો બાકી ટેક્ષની કુલ રૂ. ૧૪,૯૩,૪૧૮/- છે. તથા વોર્ડ નં. ૦૪૧૮ ગોરનો કુવો ખોખરા વોર્ડમાં આવેલ જેનો ટેનામેન્ટ નં. ૦૪૧૮-૨૧-૦૨૫૬-૦૦૦૧-એમ વાળી મિલકત સી-૩ સેલર રિધ્ધિ-સિધ્ધિ એવન્યુ વિજય પાર્ક સામે, ભાઈપુરા ખોખરા, અમદાવાદ ખાતે આવેલ છે. જેનો બાકી ટેક્ષની કુલ રૂ. ૧૭,૧૭,૧૮૫/- છે. તા. ૨૭/૧૨/૨૦૨૪ના રોજ હરાજી અંગેની કાર્યવાહી સવારે ૧૧:૩૦ થી બપોરે ૨:૦૦ કલાકના સમય દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની હાજરીમાં હરાજી કરવામાં આવેલ જેથી ખરીદાર ન મળતા આ મિલકતને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવેલ છે. પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા ઉપર જણાવેલ ટેના ન. ની મિલકતનો પ્રોપર્ટી ટેક્ષની બાકી નિકળતી રકમ પેટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના પૂર્વઝોનના ટેક્ષ રેકોર્ડમાં કર ભરવાને પ્રથમ પાત્ર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નામ ચઢાવવામા તજવીજ હાથ ધરેલ છે. તથા પ્રોપર્ટી ટેક્ષની રકમ ન ભરતા હોઈ તેવા કરદાતાઓની મિલ્કતો પૂર્વ ઝોનમાં આવેલ વિવિધ વોર્ડના એકમોને સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.જે પૈકી (૧) ગોલ્ડન ઈન્ડ પાર્ક, ઓઢવ (૨) શ્રીનિધિ કોમ્પ્લેક્ષ, ન્યુ નિકોલ (૩) શ્રીજી કૃપા એસ્ટેટ, વિરાટનગર (૪) રિધ્ધી સિધ્ધી કોમ્પલેક્ષ, ખોખરા (૫) તેજેન્દ્ર આર્કેડ, ગોમતીપુર (૬) ગ્રાન્ડ પુષ્કર કોમ્પ્લેક્ષ, નિકોલ (૭) શીવ ચેમ્બર સી.ટી.એમ., ખોખરા સહિતનાં ૨૪૫ એકમોની સીલની કાર્યવાહી તથા આગામી સમયમાં રહેણાંક/બિનરહેણાંક સોસાયટીઓનાં વધુમાં વધુ ટેક્ષ બાકી હોય તેવી સોસાયટીઓના ચેરમેન/ સક્રેટરીને નળ-ગટરના કનેશકન કાપવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરાશે. વધુમાં ભવિષ્યમાં પ્રોપર્ટી ટેક્ષની રકમ ન ભરતા કરદાતાઓ સામે સિલીંગ ઉપરાંત નળ-ગટરનાં કનેક્શન કાપવા તેમજ સરકારશ્રીના ચોપડે બોજા નોંધ, જપ્તી તથા હરાજી પોલીસ ફરિયાદ સુધીના સઘન પગલાં લેવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.