આરોપી ધ્રુવ અને મોહિત
ફેસબુક માર્કેટ પ્લેસ પર Sky lanterns નામથી ચાઈનીઝ તુક્કલના ફોટા અપલોડ કર્યા બાદ ઝડપાયો
અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ચાઇનીઝ દોરી, લોન્ચર, તુક્કલ, લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નનુ ઉત્પાદન આયાત ખરીદ વેચાણ સંગ્રહ, વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/ઉડાડવા ઉપર, ચાઇનીઝ દોરાથી પતંગ ઉડાડવા ઉપર તા.૦૧/૧૨/૨૦૨૪ કલાક ૦૦/૦૦ થી તા.૨૨/૦૧/૨૦૨૫ ના કલાક ૨૪/૦૦ વાગ્યા સુધી પ્રતિબંધ મુકતુ જાહેરનામુ બહાર પાડી તમામે જાહેરનામાનો કડક અમલ કરાવવા જણાવેલ હોય જે જાહેરનામા અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલની સુચના અન્વયે નાયબ પોલીસ કમિશ્નર ડૉ. લવીના સિંહાના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર એચ.એસ.માંકડીયાની રાહબારી હેઠળ પોલીસ ઇન્સપેક્ટર ટી.આર.ગઢવી એ ટેકનીકલ સ્કોડના સ્ટાફના માણસોને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, લોન્ચર, તુક્કલ, લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નનુ ઉત્પાદન આયાત ખરીદ વેચાણ સંગ્રહ કરતા ઈસમો ઉપર વોચ રાખવા જણાવેલ હોય જે અન્વયે ટેકનીકલ સ્કોડના માણસોએ સોશિયલ મીડીયા પર વોચ રાખેલ જે દરમ્યાન ફેસબુક માર્કેટ પ્લેસ પર Sky lanterns નામથી ચાઈનીઝ તુક્કલના ફોટા અપલોડ કરી કોઇ વ્યક્તિ ફેસબુક માર્કેટ પ્લેસ ઉપર ચાઈનીઝ તુક્કલ નું વેચાણ કરતા હોવાનું જણાય આવતા જે facebook આઇડી https://www.facebook.com/people/Dhruv- Patel/pfbidOkwo6WQ1cf9kUQ5sxQ9XQfUc4FfhEJ4Qg28qL4JHnB5bPSTtqSQTNP urMKtqUBtvEl/?mibextid=ZbWKwL ધારકે ફેસબુક માર્કેટ પ્લેસ ઉપર Sky lanterns નામથી ચાઈનીઝ તુક્કલ વેચાણ અર્થે મુકેલ હતી તેની સાથે ફેસબુક મેસેન્જર પર મેસેજ દ્વારા વાતચીત કરી ટ્રેપ ગોઠવતા ફેસબુક આઇડી ધારકે અમદાવાદ મકરબા ખાતે આવેલ સરકારી ચાવડી પાસે સર્કલ ઉપર ચાઈનીઝ તુક્કલ લેવા રુબરુ બોલાવતા જેની તપાસ કરી તેઓ પાસેથી પ્રતિબંધિત ચાઇનીજ તુક્કલ નંગ ૬૦ મળી આવતા ધ્રુવ સ/ઑ મનિષકુમાર પટેલ ઉ.વ.૨૦ ધંધો. નોકરી રહે.એચ-૬૦૪, સનસાઉથ રિઝ, સોબો સેન્ટર, સાઉથ બોપલ, અમદાવાદ તથા મોહિત સ/ઑ ધનેશભાઇ બુલચંદાની ઉ.વ.૨૪ ધંધો. નોકરી રહે જીવન જ્યોતી ટેનામેન્ટ, વિશ્વકુંજ સોસાયટીની બાજુમાં, વ્રજભુમી એપાર્ટમેન્ટની સામે, પાલડી, અમદાવાદને ચાઈનીઝ તુક્કલ નંગ ૬૦ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીના નામ :
(૧) ધ્રુવ સ/ઑ મનિષકુમાર પટેલ ઉ.વ.૨૦ ધંધો. નોકરી રહે.એચ-૬૦૪, સનસાઉથ રિઝ, સોબો સેન્ટર, સાઉથ બોપલ, અમદાવાદ શહેર
(૨) મોહિત સ/ઑ ધનેશભાઇ બુલચંદાની ઉ.વ.૨૪ ધંધો. નોકરી રહે.જીવન જ્યોતી ટેનામેન્ટ, વિશ્વકુંજ સોસાયટીની બાજુમાં, વ્રજભુમી એપાર્ટમેન્ટની સામે, પાલડી, અમદાવાદ શહેર
મુદ્દામાલ :
૧. એક મોબાઇલ ફોન
૨. ૬૦ નંગ ચાઈનીઝ તુક્કલ