પોલીસની પરવાનગી વિના થર્ટી ફર્સ્ટમાં ડી.જે નાઈટની ઉજવણી કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે

Spread the love

રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાય

કોઈપણ પ્રકારની પ્રોહિબિશન કે નાર્કોટીક્સ અંગેની ચીજવસ્તુ મળી આવે તો કડક કાર્યવાહી કરવા રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે આપી સૂચના :પોલીસે રાજ્યભરમાં ઇવેન્ટ આયોજકો સાથે પણ ખાસ બેઠક યોજી જરૂરી તકેદારી અંગે સૂચનાઓ આપી

 

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટ નિમિતે ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, હોટલો મળીને 40થી વધારે જગ્યાએ ડાન્સ પાર્ટીનું આયોજન :અમદાવાદ ખાતે સાંજે 10:30 વાગે આજે પકવાન ક્રોસ રોડ પર અમદાવાદ સિટી એસઓજી એરેન્જ મોબાઈલ ડ્રગ્સ એનાલાઈઝર કીટ દ્વારા ચેકિંગની ખાસ ડ્રાઈવ

અમદાવાદ

૩૧મી ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં પોતાના જિલ્લામાં જાહેર માર્ગો તેમજ એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટ પર બ્રીથ એનેલાઇઝર સાથે સઘન ચેકીંગ કરવા ઉપરાંત તમામ ડીજે નાઇટ ઇવેન્ટ સંચાલકો સાથે બેઠક યોજી જરૂરી તકેદારી રાખવા અંગે સમજ આપવા સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસની પરવાનગી વિના થર્ટી ફર્સ્ટમાં ડી.જે નાઈટની ઉજવણી કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા ઉપરાંત કોઈપણ પ્રકારની પ્રોહિબિશન કે નાર્કોટીક્સ અંગેની ચીજવસ્તુ મળી આવે તો કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

અમદાવાદ ખાતે સાંજે 10:30 વાગે આજે પકવાન ક્રોસ રોડ પર અમદાવાદ સિટી એસઓજી એરેન્જ મોબાઈલ ડ્રગ્સ એનાલાઈઝર કીટ દ્વારા ચેકિંગની ખાસ ડ્રાઈવ રાખવામાં આવી છે.SOG અમદાવાદ શહેર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ડ્રગ્સ વિરોધી અભિયાન હાથ ધરશે. રેન્ડમ ચેકિંગ કરવામાં આવશે અને સમાજ વિરોધી તત્વો પર કડક નજર રાખવામાં આવશે.SOG આ મુદ્દાને ઉકેલવા માટે આધુનિક સાધનો જેમ કે ડ્રગ પરીક્ષણ કૌશલ્ય, કેનાઇન સ્ક્વોડ વગેરેનો ઉપયોગ કરશે.

રાજ્યના પોલીસ વડાની સૂચના અનુસંધાને રાજ્યના તમામ શહેર/જિલ્લાઓમાં હોટેલ/ગેસ્ટ હાઉસ/ફાર્મ હાઉસ/પાર્ટી પ્લોટના માલિકો સાથે શહેર/જિલ્લાના પોલીસ અમલદારોએ બેઠક કરી છે. જેમાં કડક સૂચનાઓ આપવામાં આવી છે કે, પોતાની ઇવેન્ટ પ્લેસ ઉપર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવશે કે ચેકીંગ દરમિયાન કોઈપણ પ્રકારની પ્રોહિબિશન તથા નાર્કોટીક્સ અંગેની ચીજવસ્તુ મળી આવશે તો સંચાલક સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પરવાનગી વિના કોઈ પણ સંચાલક ન્યુ યર અનુસંધાને મ્યુજીકલ નાઈટ અથવા ઈવેન્ટ/પરફોર્મન્સનું આયોજન કરી શકશે નહિ. સલામતીના કારણોસર સંચાલકો પાસેથી એ માહિતી પણ લેવામાં આવી છે કે, કાર્યક્રમમાં અંદાજીત કેટલા વ્યક્તિઓ એકત્ર થઇ શકે એમ છે. તમામ પોલીસ કમિશનર તથા પોલીસ અધીક્ષકશ્રીઓએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે પ્રોહીબીશન તથા નાર્કોટીક્સ અંગે કડક ચેકિંગ તથા ટ્રાફીકની વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે તે માટે એક્શન પ્લાન બનાવી દીધા છે.

વર્ષ 2024ને વિદાય આપવા માટે અને નવા વર્ષ 2025ને આવકારવા માટે અમદાવાદમાં તૈયારીઓ થઈ ચુકી છે. યુવાનો પણ નવા વર્ષની ઉજવણીને લઈને ઉત્સાહિત જણાઈ રહ્યા છે. અમદાવાદમાં નવા વર્ષ નિમિતે ગોવાની જેમ નાઇટ પાર્ટીનું ચલણ વધ્યું છે. ત્યારે આજે નવા વર્ષ નિમિતે અમદાવાદના વિવિધ હોટલ-ક્લબમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદમાં થર્ટી ફર્સ્ટ નિમિતે ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, હોટલો મળીને 40થી વધારે જગ્યાએ ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.સાયલન્ટ ડિસ્કો, નિયોન નાઇટ સહિતની વિવિધ થીમ બેઝ્ડ ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણી પાર્ટીમાં ડાન્સની સાથે ડિનરનું આયોજન પણ કરવામાં આવ્યું છે.હવે યુવાનોમાં ટેકનો પાર્ટીની પણ ડિમાન્ડ વધી ગઈ છે. EDM (ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક) મ્યુઝિક પાર્ટી હોય કે કોઈ કેફેમાં યોજાતી ડીજે પાર્ટી, આ પ્રકારની પાર્ટી યુવાનોમાં પહેલી પસંદ બની ગઈ છે. અમદાવાદમાં એસજી હાઈવે, શીલજ, બોપલ જેવા ઘણા સ્થળોએ કેફેમાં પણ ટેકનો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

હવે યુવાનોમાં ટેકનો પાર્ટીની પણ ડિમાન્ડ વધી ગઈ છે. EDM (ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક) મ્યુઝિક પાર્ટી હોય કે કોઈ કેફેમાં યોજાતી ડીજે પાર્ટી, આ પ્રકારની પાર્ટી યુવાનોમાં પહેલી પસંદ બની ગઈ છે. અમદાવાદમાં એસજી હાઈવે, શીલજ, બોપલ જેવા ઘણા સ્થળોએ કેફેમાં પણ ટેકનો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે સાંજે 7 વાગ્યાથી કર્ણાવતી ક્લબમાં સનબર્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પાસ 1499 રૂપિયાથી શરૂ થાય છે, તો કૃષ્ણા ફાર્મમાં થનારી બોલિવૂડ, EDM પાર્ટીના પાસ 399 રૂપિયાથી શરૂ થાય છે. ગ્રીન પ્લેસમાં થનારી પાર્ટીના પાસ 349 રૂપિયાથી શરૂ થાય છે. મહેન્દ્રા ફાર્મમાં આયોજિત પાર્ટીના પાસ 299થી શરૂ થાય છે. તો એસપી રીંગ રોડ પર આવેલા બોગોટા કેફેમાં આયોજિત પાર્ટીના પાસ 999 રૂપિયાથી ચાલુ થાય છે. આ બધી જ માહિતી બૂકમાયશોમાંથી લીધી છે. જો આવી કોઈ પાર્ટીમાં જવું હોય તો ઓનલાઈન વિગતો મળી જશે અને ત્યાંથી પાસ લઈને જઈ શકાય છે.અમદાવાદમાં સીજી રોડ, એસજી હાઈવે, એસપી રિંગ રોડ, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ સહિતના રસ્તાઓ પર લોકો ફરવા નીકળી પડે છે, અને 12 વાગે નવા વર્ષની ઉજવણી કરે છે. તો થર્ટી ફર્સ્ટના દિવસે કોઈ અનિચ્છનિય ઘટના ના બને એ માટે પોલીસ એલર્ટ મોડમાં છે. નાઇટ પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *