ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અપાતી બિન અનામત વર્ગને સ્વરોજગાર લોનના લાભથી ગુજરાતના હજારો યુવાનો વંચિત : કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા

• વર્ષ ૨૦૨૪ નો અંત છતાં ‘સ્વરોજગાર લોન યોજના’ ની જાહેરાત કરવા માં આવી નથી. શું સરકારએ આ યોજના બંધ કરી દીધી છે? સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ચોખવટ કરે

• વર્ષ ૨૦૨૩ ના ૪ જિલ્લા ના અરજદારો ને છેક દોઢ વર્ષે ૨૦૨૪ માં મેળ પડ્યો તે સરકાર ના નબળા અમલીકરણ નું ઉદાહરણ

વર્ષ ૨૦૨૩ ના ૪૪૪૭ પૈકી માત્ર ૯૭૧ ને લોન આપવામાં આવી તે સરકાર ના ૨૫૦૦ ના લક્ષ્યાંક નું માત્ર ૩૮.૮% જ છે તે સરકારની ‘સ્વરોજગાર લોન યોજના’ ના અમલીકરણની સ્પષ્ટ નિષ્ફળતા

અમદાવાદ

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યુ હતું કે ગુજરાત રાજ્ય ની ભાજપ સરકાર રોજગાર ના દાવા કરે છે, આત્મનિર્ભર ની ગુલબાંગો પોકારે છે ત્યારે જમીની હકીકત તેના થી વિપરીત છે. ગુજરાત સરકાર ના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અપાતી બિન અનામત વર્ગને ‘સ્વરોજગાર લોન યોજના’ હેઠળ ૪૦ વ્યવસાય માટે ની લોન ની જાહેરાત અપાય નથી તો અરજીઓ ક્યાં થી સ્વીકારાય હોય ? ગુજરાત ના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં જાહેરાત બહાર પડાય હતી તેમાં ૪૪૪૭ જેટલા અરજદારો એ અરજી કરી હતી. સરકાર દ્વારા પોતે ૨૫૦૦ જેટલા અરજદારો ને લોન આપી શકાય તેવો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો તેનો માત્ર ૩૮.૮% લક્ષ્યાંક જ પૂરો કરી શકી છે તે સરકાર ની યોજના ના અમલીકરણ ની અસફળતા નું પ્રતિબિંબ છે. વર્ષ ૨૦૨૩ ના ૪૪૪૭ અરજદારો પૈકી માત્ર ૯૭૧ અરજદારો ને લોન ફાળવવા આવી હતી. ભાજપ સરકાર પોતાના ૨૫૦૦ યુવાનો ના લક્ષ્યાંક ને પૂરો નથી કરી શકી તે સરકાર ની યોજના લાગુ કરવા અને અમલીકરણ ની સ્પષ્ટ નિષ્ફળતા છે. વર્ષ ૨૦૨૩ ના માર્ચ માં અરજી કરનાર બનાસકાંઠા, પાટણ, મેહસાણા અને મહીસાગર ના અરજદારો ને છેક દોઢ વર્ષ બાદ ૨૦૨૪ માં લોન ફાળવવા માં આવી છે. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઢંગધડા વગરના વહીવટ થી ગુજરાત ના બેરોજગાર યુવાનો માં આક્રોશ અને નારાજગી છે. ભાજપ સરકાર અને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ વર્ષ ૨૦૨૪ ” સ્વરોજગાર લોન યોજના” હેઠળ ની જાહેરત કેમ બહાર પાડવામાં આવી નથી અને અરજીઓ કેમ સ્વીકારવા માં આવી નથી? શું સરકારએ યોજના બંધ કરી દીધી છે? તો સરકારી કચેરી દ્વારા વર્ષ ૨૦૨૪ માં યોજના સંબંધી માહિતી કેમ માંગવામાં આવી હતી? શું સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ પાસે પૂરતું ભંડોળ નથી? આ યોજના હેઠળ ૧.૫૦ રૂપિયા થી લઈ ને ૧૦ લાખ રૂપિયા સુધી ની લોન અપાય છે .ગત વર્ષ ના ૩૪૭૬ લોન વંચિત અને ગુજરાત ના હજારો નવા અરજદાર યુવાનો આત્મનિર્ભર બનવા માં જાહેરાત ની રાહ જોઈ રહ્યા છે ત્યારે સરકાર તેમના સપનાઓ ઉપર પાણી ફેરવી રહી છે. ગુજરાત અનેક વિસ્તાર ના યુવાનો ની ફરિય છે કે નિયત કરેલ ડોક્યુમેન્ટ્સ સિવાય વધારા ના ડોક્યુમેન્ટ્સ માંગવા માં આવી રહ્યા છે. વર્ષ ૨૦૨૩ ના અરજદારો જેમને છેક વર્ષ ૨૦૨૪ માં લોન મંજૂર કરવા માં આવી છે તેમની જોડે તલાટી ના પ્રમાણપત્ર ઉપરાંત ટાઇટલ ક્લિયર જેવા ડોક્યુમેન્ટ્સ માંગી કનડકત ઉભી કરવા માં આવી રહી છે તેવી ફરિયાદો ઉઠી રહી છે તેની સરકાર દ્વારા તપાસ કરવા માં આવે. ગુજરાત સરકાર ગ્રામીણ યુવાનો ને સરકારી યોજનાઓ માં લાભ મળે તે માટે સરકારી પ્રક્રિય સરળ બનવી જોઈએ જેથી અરજદારો ને સરળતા થાય. ગુજરાત સરકાર દ્વારા ‘ સ્વરોજગાર લોન યોજના ‘ ની નવી જાહેરાત અને અરજીઓ નહિ સ્વીકારવા માં આવે તો અરજદારો ને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com