BZ કૌભાંડ : અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે BZ ઇન્ટરનેશનલ બ્રોકિંગની ઓફિસમાં સીઆઇડી ક્રાઈમે તપાસ શરુ કરી

Spread the love

ગુજરાતમાં BZ ફાઇનાન્સ નામની કંપની ખોલીને માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ તેની કંપનીમાં રોકાણ પર ત્રણ વર્ષમાં બમણા અને પ્રતિમાસ 3 ટકા સુધીનુ વ્યાજ આપવાની લાલચ આપીને છ હજાર કરોડ રૂપિયાનું સૌથી મોટુ કૌભાંડ આચરીને અનેક લોકોની બચતના નાણાં પડાવી લીધા હતા. ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 6000 કરોડ ઉઘરાવ્યા પછી ફરાર થઈ ગયો હતો. જો કે, CID ક્રાઈમે મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની 34 દિવસ બાદ મહેસાણા જિલ્લાના વિસનગરથી ઝડપી પાડયો હતો. ત્યારબાદ કાર્ટ સમક્ષ હાજર કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

.અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર સીઆઇડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે BZ ઇન્ટરનેશનલ બ્રોકિંગની ઓફિસમાં સીઆઇડી ક્રાઈમે તપાસ શરુ કરી છે. વહેલી સવારે સીઆઇડી ક્રાઈમે BZ ઑફિસનું લૉક કાપીને ઓફીસ ખોલી હતી. પેન્દ્રસિંહ ઝાલા ઝડપાયા બાદ ભિલોડા ખાતે સીઆઇડીનું સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. સીઆઇડી ક્રાઈમે ઓડિસમાં લાગેલા સીસીટીવી કેમરાનું ડીવીઆર, બાયોમેટ્રિક એટેન્ડન્સ મશીન સહિતની વસ્તુઓ જપ્ત કરી છે. સીઆઇડી ક્રાઈમની તપાસથી એજન્ટો અને મળતીયાઓમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે BZ ઇન્ટરનેશનલ બ્રોકિંગના નામે ભુપેન્દ્રસિંહ ઝાલાએ 17થી વધુ ઓફિસો ગુજરાતમાં ખોલી હતી અને રોકાણકારોને આકર્ષવા માટે અલગ અલગ એજન્ટોની ટીમો હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *