વડોદરામા ઘરના હીંચકામાં ટાઈ ફસાઈ જતાં 10 વર્ષીય બાળકનું મોત

Spread the love

વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં બનમાં પામ્યો છે ઘરમાં હીચકા ઉપર રમી રહેલું 10 વર્ષનું બાળક રમતા રમતા તેના ગળામાં કપડાની ટાઈ ફસાઈ જતા હોસ્પિટલના બીજાને તેનું મોત થયું છે. આ ઘટનાને લઈ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ બન્યા છે. વડોદરા શહેરમાં વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારથી લક્કડપીઠા રોડ ઉપર આવેલા ગનું બેકરીના ખાંચામાં લક્ષ્મી ફ્લેટ આવેલો છે. આ ફ્લેટમાં રહેતા ધરમભાઈ પટેલનો દસ વર્ષનો પુત્ર રચિત પોતાના ઘરે લગાવેલા ડીચકામાં પોતાના ગળામાં કાપડની ટાઈ પહેરીને હિંચકો ખાઈ રહ્યો હતો. અચાનક આ ટાઈ હીચકાના કળામાં ફસાઈ ગઈ હતી. બુમરાળ થતા તેના માતા-પિતા દોડી આવ્યા હતા.

આ ઘટનાને લઈ 10 વર્ષીય રચિત બેભાન થઈ ગયો હતો. જેના કારણે આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્વરિત રચિતને તાત્કાલિક સારવાર માટે પ્રથમ માંજલપુર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ ઘેરા શોકમાં ગળા ડુબ બન્યા હતા. જ્યારે દસ વર્ષનો આ માસુમ રચિત નહીં રહેતા વિસ્તારના લોકોમાં પણ સોંપો પડી ગયો હતો. આ બનાવ બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *