૧૩ સ્પાન પૈકી ૧૨ સ્પાનની કામગીરી પૂર્ણ, બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ આશરે દોઢ લાખથી વધુ જનતાને લાભ મળશે તેમજ સમય, ઇંધણ તથા પોલ્યુશનની સમસ્યાનો ઉકેલ આવશે
એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં અમદાવાદ બોટાદ રેલ્વે લાઇન લેવલ ક્રોસીંગ નં: ૨૪ ઉપર ટોરેન્ટ પાવર મકરબા થી કોર્પોરેટ રોડથી એસ જી હાઇવે કનેક્ટ થતા ૪૦ મીટરના રસ્તા ઉપર ૮૦.૯૩ કરોડના ખર્ચે બનેલ ફોર લેન રેલ્વે ઓવર બ્રિજનું કામ સંભવિત મેના અંત સુધીમાં પૂર્ણ થશે અને જૂન મહિનામાં બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે.
બ્રીજની લંબાઈ ૬૩૬.૮૯૫ મી.અને બ્રિજ પહોળાઈ (એપ્રોચ પોર્શન) : ૧૬.૪૦૦ મી,બ્રીજની પહોળાઇ રેલવે પોર્શન : ૨૭.૦૪૦ મી.છે.પ્રોજેક્ટ પ્રોગ્રેસમાં ૧૩ સ્પાન પૈકી ૧૨ સ્પાનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.બ્રિજ રેલ્વે પોર્શનની ફીજીકલ પ્રોગ્રેસ:-૩૩.૦૦ %,૧૨ નંગ એડ જોઈનીંગ સ્પાન ગર્ડર કાસ્ટીંગ અને ૧૨ નંગ સ્ટીલ ગર્ડરના ફેબ્રીકેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
આ બ્રિજની કામગીરી પુર્ણ થયા બાદ મકરબા, વેજલપુર, એસજી હાઇવે અને સરખેજ તરફ અવરજવર કરનારા આશરે ૧૫૦૦૦૦ થી વધુ જનતાને લાભ મળશે તેમજ સમય, ઇંધણ તથા પોલ્યુશનની સમસ્યાનો ઉકેલ આવશે. આમ મકરબા રેલવે ફાટક મુક્ત બનશે.