નોનવેજના કચરામાંથી પેટ ડોગના બિસ્કીટ અને શાકભાજીના ગ્રીન વેસ્ટના કચરામાંથી સીએનજી બનાવાશે
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સ્ટેન્ડીંગની મળેલી બેઠકમાં જણાવ્યું હતું કે શહેરમાં ખાનગી પાર્ટી પ્લોટ અને અને હોલ નું ભાડું લગ્ન પ્રસંગે અન્ય પ્રસંગ માટે નાગરિકોને મોંઘુ પડતું હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 16 ઓપન પાર્ટી પ્લોટ અને 10 કોમ્યુનિટી હોલ બનાવાશે.
ઉત્તર પશ્ચિમ ઝોન બોડકદેવમાં ટીપી 29 એફપી 633માં 4.26 કરોડ, દક્ષિણ પશ્ચિમ ઝોન સરખેજ સ્પીપા સેન્ટર નજીક 4.95 કરોડ, અસારવા રીનોવેશન વિઠ્ઠલદાસ પાર્ટી પ્લોટમાં 1.58 કરોડ, નિકોલ ટીપી ૧૧૦, એફપી 105માં 4.86 કરોડ, પશ્ચિમ ઝોન ચાંદખેડામાં ટીપી 69 એફપી 351 માં 2.57 કરોડ, શાહીબાગ રીનોવેશન ગિરધર નગર પાર્ટી પ્લોટમાં 2.30 કરોડ, દક્ષિણ ઝોન ઇન્દ્રપુરી પંચદેવમાં 8.14 કરોડ ના સંભવિત ખર્ચે અને દક્ષિણ ઝોન દાણીલીમડામાં પ્રથમ માળ પી અને ટીકોલોનીમાં ઓપન પાર્ટી પ્લોટ બનાવાશે.
દાણી લીમડા લીલાધર કોમ્યુનિટી હોલ 10.78 કરોડ,ચાંદખેડા TP-22, F.P-291માં 13.11 કરોડ,રાણીપ ટી.પી. 66, F.P-258માં 14.50 કરોડ,ચાંદલોડિયાT.R.-33/B, F.P.-124માં 13.03 કરોડ,અસારવા વોર્ડમાં મંગળદાસ હોલનું રિનોવેશન 1.30 કરોડ,વટવા નિર્મલ સરોવર સોસાયટી,એસ.પી. રીંગ રોડ 8.30 કરોડ,સરદાર નગર T.P.99,Fp. નં.114માં 11.22 કરોડ,નરોડા મુઠીયામાં 6.87 કરોડ ના સંભવિત ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે.નારણપુરામાં નવદીપ હોલ અને પંડિત દિન દયાલ હોલ નું નવીનીકરણ કરવા માટે 15 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. બહેરામપુરા મા લીલાધર હોલ નું ભાડું નક્કી કરી ટૂંક સમયમાં નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
હેલ્મેટ સર્કલ પકવાન સર્કલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે મેટ્રો ના પિલર નીચે વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે. ઉપરાંત મેટ્રો પિલ્લર પર અલગ-અલગ પ્રકારના છોડા રોપા લગાવવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી રોજનું નોનવેજનો કચરો એકત્રિત થતું હોય છે કચરામાંથી પેટ ડોગ માટેના બિસ્કીટ બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. એના માટે એજન્સીની નિમણૂક પણ કરવામાં આવશે. શાકભાજીના ગ્રીન વેસ્ટના કચરામાંથી સીએનજી ગેસ બનાવા ની વિચારણા પણ ચાલી રહી છે. જેના માટે એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરાશે.