પાડોશી દેશ ચીનમાં કોરોના મહામારી બાદ હવે વધુ એક વાયરસ હ્યુમન મોટાખ્યુમોવાયરસએ દસ્તક આપી છે. ચીનની હોસ્પિટલો આ વાયરસથી પીડિત દર્દીઓથી ભરાવા લાગી છે. દરમિયાન આ અંગે ભારત સરકાર સતર્ક થઇ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલને મોનિટરિંગ રાખવા કહ્યું છે. મંત્રાલયે ભારતમાં શ્વસન સંબંધી લક્ષણો અને ઈન્ફલ્યુએન્ઝાના કેસોની નજીકથી દેખરેખ રાખવા જણાવ્યું છે. એટલું જ નહીં ભારત સરકાર આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં છે. ભારત સરકારે બેદરકારી દાખવ્યા વગર આ બાબતે સંજ્ઞાન લીધું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય નજીકથી દેખરેખ રાખી રહ્યું છે. WHO-સંલગ્ન એજન્સીના અપડેટ બાદ 16-22 ડિસેમ્બરના ડેટા દર્શાવે છે કે ચીનમાં સિઝનલ ઈન્ફલ્યુએન્ઝા, રાઈનોવાઈરસ, રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ (RSV) અને હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) સહિત તીવ્ર શ્વસન ચેપમાં વધારો થયો છે. ભારત સરકાર આ વાયરસ પર નજર રાખી રહી છે.