કોરોનાનો ડર હજુ મનમાંથી દૂર નથી થયો કે હવે ચીનમાં વધુ એક વાયરસે તબાહી મચાવી દીધી છે. આ વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) છે, જે કોવિડ 19 જેવી જ તબાહી મચાવી રહ્યો છે. સોશિયલ મીડિયા અને ઘણા રિપોર્ટમામાં પર દાવાઓ કરવામાં આવી રહ્યા છે આ વાયરસના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, સ્મશાન ઘાટો પર ભારે ભીડ છે. જો કે, ચીન તરફથી હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનની સરકાર અને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે, પરંતુ હજુ સુધી તેઓ આ વાયરસ વિશે વધુ સમજી શક્યા નથી.