QMR શીટ સાથે ઉમેદવારોના માર્કની ખરાઈ જે તે સમયે ઉચ્ચ અધિકારી દ્વારા કેમ કરવામાં ના આવી ? : શહેઝાદખાન
કોર્પોની વિવિધ જગ્યાઓની ભરતી કરવા બાબતે ગેરરીતી કે ભ્રષ્ટાચાર થયો હોય તેની તપાસ કરી તમામ કસુરવાર સામે કડક કાર્યવાહી કરવા મેયરને આવેદનપત્ર આપ્યું
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં તાજેતરમાં ટેકનીકલ સુપરવાઈઝરની જગ્યા ભરવા બાબતે ગેરરીતી તથા ભષ્ટ્રાચાર થયો હોવાનું ઉજાગર થવા પામેલ ઉમેદવારોની લેખિત પરીક્ષાના માર્ક સાથે ચેડાં થયા હોવાનું માલુમ પડેલ જેના અનુસંધાને હેડ કર્લાક કક્ષાના કર્મચારી સામે તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલ પરંતુ નાના કર્મચારીને “બલી નો બકરો ” બનાવી મોટા ઉચ્ચ અધિકારીને છાવરવામાં આવ્યા હોય તેમ જણાઈ રહયું છે! લેખિત પરીક્ષાના વાસ્તવિક તથા ખોટા રીઝલ્ટ વચ્ચેના તફાવત બાબતે ઉચ્ચ અધિકારી દ્વારા કેમ કોઈ તપાસ ના કરી નિમણુંક અપાઈ ગયાં બાદ એક ઉમેદવાર દ્વારા રજુઆત કરાતાં તંત્ર કેમ જાગ્યું ?ઉચ્ચ અધિકારીની કોઈ જવાબદારી જ ના હોય? QMR શીટ સાથે ઉમેદવારોના માર્કની ખરાઈ જે તે સમયે ઉચ્ચ અધિકારી દ્વારા કેમ કરવામાં ના આવી ? આમ ભરતીની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન ઉચ્ચ અધિકારીની સંડોવણી હોય તેમ સ્પષ્ટ થાય છે. આથી મ્યુ.કોર્પોની વિવિધ જગ્યાઓની ભરતી માટે રિશ્વત લો નોકરી દો ! જેવી પરિસ્થિતિ આકાર લઈ રહી છે જેમાં સહેજ પણ અતિશ્યોક્તિ નથી.
અગાઉ ફાયર ડીર્પા.ની ભરતી કરવા બાબતે જેની સામે વિજીલન્સ તપાસ લાંબા સમયથી ચાલતી હતી તેને રાતો રાત કલીનચીટ આપી પ્રમોશનથી નવાજવામાં આવેલ અને ડે.મ્યુ.કમિશ્નર તથા આસી મ્યુ.કમિશ્નર જેવી પોસ્ટની ભરતી બાબતે મ્યુ.તંત્ર લેખિત પરીક્ષા લઈને મેરીટ લીસ્ટ તૈયાર કર્યા બાદ ભરતી કરવામાં આવે છે તો પછી મહત્વના ફાયર ડીર્પા માટે લેખિત પરીક્ષા કેમ લેવામાં નથી આવેલ ? આ બાબતે કોનું હિત સચવાયેલ છે ? વિજીલન્સ તપાસ ચાલુ હોવા છતાં તમામ નીતી નિયમો નેવે મુકી યેનકેન પ્રકારે નિમણુંકો કરી પ્રજાની સુરક્ષા જોખમાય તેવું ષડયંત્ર તંત્ર દ્વારા કરવામાં આવેલ છે જે કોઈ પણ રીતે યોગ્ય નથી.
મ્યુનિ.કોર્પોના વિવિધ ખાતામાં ભરતી કરવા તેમજ નિમણુંક બાબતે યોગ્ય અને ન્યાયિક પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કર્યા બાદ નિમણુંકો કરવા તેમજ અગાઉ થયેલ તમામ ભરતી બાબતે પુરતી ન્યાયિક તપાસ કરી જે કોઈ કસુરવાર પુરવાર થાય તેની સામે કડક પગલાં ભરવા જોઈએ ખરેખર જો પારદર્શક વહીવટ કરવો હોય તો ભષ્ટ્રાચાર અને ગેરરીતી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય તેવા તમામ અધિકારીઓ/કર્મચારીઓને તેઓના ગુનાને ગંભીરતાથી લઈ જે કોઇ કસૂરવાર હોય તેઓને સસ્પેન્ડ કરવા અથવા ડીસમીસ કરી પોલીસ ફરિયાદ કરવા જેવા કડક પગલાં લઈ સજ્જડ દાખલો બેસાડવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ અધિકારી કામમાં ગેરરીતી કે ભષ્ટ્રાચાર આચરવાનો વિચાર સુધ્ધાં ના કરે જેથી તમામ કસુરવાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગણી છે.
આજરોજ મ્યુ.કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શહેઝાદખાન પઠાણ તથા મ્યુ. કોંગ્રેસ પક્ષના મ્યુ.કાઉન્સીલરો સહિત કોંગ્રેસ પક્ષના વિવિધ કાર્યકરો ઉપસ્થિત રહી મ્યુ.કોર્પોની વિવિધ જગ્યાઓની ભરતી કરવા બાબતે ગેરરીતી કે ભષ્ટ્રાચાર થયો હોય તેની તપાસ કરી તમામ કસુરવાર સામે કડક કાર્યવાહી કરવા માન.મેયરને મળી ઉપરોકત બાબતે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવેલ છે